Ahmedabad News/ શ્રાવણનો પ્રથમ સોમવારે શિવાલયોમાં ભક્તોનો મહેરામણ, હર હર મહાદેવના નાદથી ગુંજ્યું અમદાવાદ

ભક્તો વહેલી સવારથી જ લાઇનમાં ઉભા રહી મહાદેવના દર્શન અને જલાભિષેક કરવા માટે આતુર જોવા મળ્યા.

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad News: શ્રાવણ માસનો પ્રથમ સોમવાર ગુજરાતભરના શિવ ભક્તો માટે ખાસ ઉત્સવની પળો લઈને આવ્યો. આજે વહેલી સવારથી જ અમદાવાદના શિવાલયોમાં ભક્તોનો અપાર ઘસારો જોવા મળ્યો, જ્યાં “હર હર મહાદેવ”ના નાદથી વાતાવરણ ભક્તિમય બની ગયું. શ્રાવણ માસના પવિત્ર સોમવારે મહાદેવના દર્શન, બિલીપત્ર ચઢાવવા અને ભષ્મ આરતીના વિશેષ મહત્વને લીધે શિવાલયોમાં ભારે ભીડ ઉમટી હતી.

અમદાવાદના પ્રખ્યાત કામેશ્વર મહાદેવ મંદિર, સાંદીપની મહાદેવ, રામેશ્વર મહાદેવ અને અન્ય શિવાલયોમાં આજે વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. મંદિરોને ફૂલો, રંગોળીઓ અને રોશનીથી શણગારવામાં આવ્યા, જેનાથી શિવાલયોનું વૈભવ વધુ નિખર્યું. ભક્તો વહેલી સવારથી જ લાઇનમાં ઉભા રહી મહાદેવના દર્શન અને જલાભિષેક કરવા માટે આતુર જોવા મળ્યા.

કામેશ્વર મહાદેવ મંદિરે આજે ખાસ ભષ્મ આરતીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સેંકડો ભક્તોએ ભાગ લીધો. આ આરતી શ્રાવણના સોમવારે વિશેષ ધાર્મિક મહત્વ ધરાવે છે, કારણ કે એવું માનવામાં આવે છે કે આ દિવસે મહાદેવની ભષ્મ આરતીમાં હાજરી આપવાથી પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે.

શ્રાવણ માસમાં શિવજીને બિલીપત્ર ચઢાવવાનું વિશેષ મહત્વ છે. આજે ભક્તોએ બિલીપત્ર, દૂધ, દહીં, મધ અને ગંગાજળથી મહાદેવનો અભિષેક કર્યો અને પોતાની શ્રદ્ધા અર્પણ કરી. શિવાલયોમાં ભક્તોની લાંબી કતારો જોવા મળી, જેમાં યુવાનોથી લઈને વૃદ્ધો અને બાળકો સુધી સૌ કોઈ મહાદેવની ભક્તિમાં લીન હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:જો તમે શ્રાવણ મહિનામાં સોમનાથ જઈ રહ્યા છો, તો જાણો આ માહિતી, જો તમે ન જઈ શકો, તો ઝૂમ એપ દ્વારા ઓનલાઈન પૂજા કરો

આ પણ વાંચો:શ્રાવણ માસનો ભવ્ય પ્રારંભ, સોમનાથ મહાદેવના દર્શને ભક્તોનું ઘોડાપૂર