Gandhinagar News/ ગુજરાતને પ્રદૂષણમુક્ત બનાવવા GPCBની ભૂમિકા મહત્વપૂર્ણ: પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા

GPCB Update: ગાંધીનગર ખાતે વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને અગ્ર સચિવ વિનોદ રાવની અધ્યક્ષતામાં બે દિવસીય કાર્યશિબિર યોજાઈ. ઉદ્યોગો માટે GPCB નો નવો ફ્યુચર પ્લાન તૈયાર.

Top Stories Gandhinagar Gujarat
GPCB Pollution Free Gujarat

GPCB Pollution Free Gujarat: ગાંધીનગરમાં વન અને પર્યાવરણ વિભાગ તથા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)ના સંયુક્ત ઉપક્રમે આયોજિત બે દિવસીય પર્યાવરણ કાર્યશિબિરનો સમાપન સમારોહ યોજાયો હતો. કાર્યક્રમમાં રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા અને રાજ્ય મંત્રી પ્રવિણ માળી ઉપસ્થિત રહ્યા હતા.

GPCB Pollution Free Gujarat

GPCB : વિકાસ સાથે સસ્ટેનેબિલિટીને પ્રાથમિકતા

સમારોહને સંબોધતા પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે રાજ્યના વિકાસની સાથે પર્યાવરણીય સંતુલન જાળવવું અને કુદરતી સંસાધનોનો અસરકારક ઉપયોગ સુનિશ્ચિત કરવો સમયની માંગ છે. તેમણે જણાવ્યું કે ગુજરાતને પ્રદૂષણમુક્ત બનાવવા માટે GPCBની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ રહેશે.

તેમણે વધુમાં ઉમેર્યું કે ઉદ્યોગોના વિકાસ અને પર્યાવરણના સંરક્ષણ વચ્ચે સંતુલન જાળવવા માટે સરકાર સતત પ્રયાસ કરી રહી છે. ઉદ્યોગો અને તંત્ર વચ્ચે સહયોગથી જ સકારાત્મક પરિણામો પ્રાપ્ત થઈ શકે છે.

નિયમોના પાલન માટે પ્રોત્સાહન જરૂરી

કાર્યક્રમ દરમિયાન GPCBના અગ્ર સચિવ વિનોદ રાવે જણાવ્યું કે પર્યાવરણના નિયમોનું પાલન માત્ર કાયદાકીય દબાણથી નહીં પરંતુ સ્વૈચ્છિક જવાબદારીના ભાવથી થવું જોઈએ. તેમણે જણાવ્યું કે ભવિષ્યમાં એવી નીતિઓ વિકસાવવાની જરૂર છે, જેમાં નિયમોનું પાલન કરનારા ઉદ્યોગોને વધુ પ્રોત્સાહન મળે. તેમણે પર્યાવરણને અનુકૂળ ઔદ્યોગિક વિકાસ માટે આયોજનબદ્ધ માળખું ઉભું કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો.

ઉદ્યોગો માટે માર્ગદર્શકની ભૂમિકા ભજવશે વિભાગ

મંત્રીશ્રીએ પર્યાવરણ વિભાગ અને GPCBના અધિકારીઓને ઉદ્યોગોના મિત્ર અને માર્ગદર્શક તરીકે કાર્ય કરવાની અપીલ કરી હતી. તેમના જણાવ્યા મુજબ, ઉદ્યોગો સાથે સતત સંવાદ અને માર્ગદર્શન દ્વારા પર્યાવરણીય ધોરણોનું વધુ અસરકારક પાલન શક્ય બનશે.

GPCB Pollution Free Gujarat

ભવિષ્યલક્ષી આયોજન પર મંથન

બે દિવસીય કાર્યશિબિર દરમિયાન પર્યાવરણ સંરક્ષણ, પ્રદૂષણ નિયંત્રણ, નિયમનાત્મક સુધારા અને સંસ્થાકીય ક્ષમતાવર્ધન જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમમાં રજૂ થયેલા સૂચનો અને તારણો રાજ્યના ભવિષ્યના પર્યાવરણીય આયોજન માટે માર્ગદર્શક સાબિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.

જવાબદાર વિકાસ તરફ ગુજરાત

કાર્યશિબિરના સમાપન પ્રસંગે વિવિધ વક્તાઓએ જણાવ્યું કે ગુજરાતે ઔદ્યોગિક વિકાસ અને પર્યાવરણ સંરક્ષણ વચ્ચે સંતુલન સ્થાપિત કરવાની દિશામાં મહત્વપૂર્ણ પ્રગતિ કરી છે. આગામી સમયમાં રાજ્યને માત્ર ઔદ્યોગિક રીતે જ નહીં પરંતુ પર્યાવરણ પ્રત્યે વધુ જવાબદાર રાજ્ય તરીકે વિકસાવવા માટે સંકલિત પ્રયાસો કરવામાં આવશે.


આ પણ વાંચો: ગુજરાતના યુવાનો ઇકોસિસ્ટમના સર્જક બન્યા: મંત્રી અર્જુન મોઢવાડિયા

આ પણ વાંચો: ભૂકંપ અર્લી વોર્નિંગ-સંશોધન માટે વૈશ્વિક પરિષદ મહત્વની: અર્જુન મોઢવાડિયા

આ પણ વાંચો: ઉત્તરાયણ દરમિયાન પક્ષી બચાવ માટે ‘કરૂણા અભિયાન’ : અર્જુન મોઢવાડિયા