Chhatisgarh/ સૂરજપુરમાં ટ્રિપલ મર્ડર, પત્રકારના આખા પરિવારની કુહાડી વડે હત્યા

છત્તીસગઢમાં ટ્રિપલ મર્ડરનો નવો મામલો સામે આવ્યો છે. પત્રકાર મુકેશ ચંદ્રાકરની હત્યા બાદ અન્ય એક પત્રકારના સમગ્ર પરિવારની હત્યા કરવામાં આવી હતી.

Top Stories India

Chhatisgarh News : છત્તીસગઢના સૂરજપુર જિલ્લામાંથી એક મોટી ઘટના સામે આવી છે, જ્યાં એક પત્રકારના આખા પરિવારની હત્યા કરવામાં આવી હતી. હુમલાખોરોએ પત્રકારના માતા-પિતા અને ભાઈની કુહાડી વડે હત્યા કરી હતી. જમીનના વિવાદને કારણે કાકા અને સંબંધીઓએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસે મૃતદેહોનો કબજો સંભાળી લીધો છે. ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો?

આ ઘટના સૂરજપુરના ખરગવાન પોલીસ ચોકી વિસ્તારના જગન્નાથપુરની છે, જ્યાં પત્રકારના પરિવાર અને તેના કાકા અને અન્ય સંબંધીઓ વચ્ચે સંપત્તિને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. પત્રકારના માતા-પિતા અને ભાઈ શુક્રવારે ખેતરોમાં કામ કરી રહ્યા હતા. આ દરમિયાન પત્રકારના પરિવારજનોએ તેના કાકા અને સંબંધીઓ સાથે બોલાચાલી કરી હતી અને બાદમાં આ ઝઘડો લોહિયાળ સંઘર્ષમાં ફેરવાઈ ગયો હતો.

વિવાદ વધતાં પત્રકારના કાકા અને સંબંધીઓએ તેના માતા-પિતા અને ભાઈ પર હુમલો કરી ત્રણેયને તિક્ષ્ણ હથિયાર, કુહાડી વડે માર માર્યો હતો. આ હુમલાને કારણે માતા અને ભાઈનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે પિતાનું પણ હોસ્પિટલમાં લઈ જતી વખતે મોત થયું હતું. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી સમગ્ર મામલાની તપાસ હાથ ધરી છે.

આ ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી ફરાર થઈ ગયો હતો. ઘટનાની માહિતી મળતા જ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને મામલાની તપાસ હાથ ધરી હતી. પોલીસે પત્રકારના કાકા અને અન્ય સંબંધીઓ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. તેમજ પોલીસ આરોપીની શોધમાં દરોડા પાડી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: છત્તીસગઢઃ પ્લાન્ટની ચીમની ધરાશાયી થતાં મોટો અકસ્માત, 25થી વધુ લોકો દટાયા

આ પણ વાંચો: તૂટેલી ગરદન, 15 ફ્રેક્ચર, પાંસળીના ટુકડા,છત્તીસગઢના પત્રકાર મુકેશ ચંદ્રાકરનો ડરામણો ઓટોપ્સી રિપોર્ટ

આ પણ વાંચો: છત્તીસગઢના પત્રકાર મુકેશ ચંદ્રાકર હત્યા કેસમાં નવો વળાંક, પિતરાઈ ભાઈ મુખ્ય આરોપી નીકળ્યો