શિમલા,
હિમાચલ પદેશમાં છેલ્લા ઘણા સમયમાં જેલના કેદીને સુધારવા માટેના પ્રયત્નો થઇ રહ્યા છે. શિમલામાં એક જેલમાં બળાત્કારના આરોપી કેદીએ જેલમાં રહીને યુપીએસસી અને સિવિલ સેવાની પરીક્ષાની તૈયારી કરવા માટે એક મેગેઝીન તૈયાર કર્યું છે.
![]()
શિમલા શહેરમાં મોડલ સેન્ટ્રલ જેલમાં ૨૭ વર્ષીય વિક્રમ સિંહ ખીમતા કેદીએ કરંટ અફેર્સની માહિતી ધરાવતું મેગેઝીન ‘ કંપીટીશન કંપેનિયન ‘ તૈયાર કર્યું છે. અંગ્રેજી અને ભૂગોળમાં ડબલ એમએની ડીગ્રી ધરાવતા વિક્રમ પણ સિવિલ સર્વિસની પરીક્ષામાં બેસવા માટે ઉત્સુક છે. જો હાઈકોર્ટ તેને મંજુરી આપશે તો તે પરીક્ષામાં બેસી શકશે.
વર્ષ ૨૦૧૬, સપ્ટેમ્બરના રોજ ટ્રાયલ કોર્ટે ભારતીય દંડ સંહિતા કલમ ૩૭૬ (બળાત્કાર) હેઠળ શિમલાના મંડોલ ગામમાં રહેનારા વિક્રમ ખીમતાને દોષી જાહેર કરવામાં આવ્યા હતા અને તેને ૭ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. હાઈકોર્ટ દ્વારા વિક્રમને સજા ફટકારવામાં આવી હતી.
આ મેગેઝીન હિન્દી અને અંગ્રેજી એમ બંને ભાષામાં છે.
વિક્રમેં કહ્યું હતું કે મને આશા છે કે હાઈકોર્ટ મારા હક માટે ફેસલો લેશે. હું હાલ યુપીએસસી અને બીજી સિવિલ સર્વિસની પરીક્ષાની તૈયારી કરી રહ્યો છુ જેથી જેલમાંથી બહાર નીકળ્યા બાદ હું સ્પર્ધાત્મ્ક પરીક્ષામાં બેસી શકું.
મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતિ દરમ્યાન એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તેને જણાવ્યું હતું કે જો મને જેલમાંથી છોડવામાં નહી આવે તો પણ હું હાર નહિ માનું, બીજા ઉમેદવાર જેમને સિવિલ સર્વિસની પરીક્ષા આવી છે તેમના માટે આ મેગઝીનને પ્રકાશિત કરવાનું ચાલુ રાખીશ.
