મધ્યપ્રદેશના વેપારી શહેર ઈન્દોરમાં એક સ્પામાં ચાલતા સેક્સ રેકેટ ના કેસમાં પકડાયેલી 10માંથી ત્રણ યુવતીઓ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે એક ગ્રાહક પણ કોરોનાથી સંક્રમિત છે. ઈન્દોરના વિજય નગર વિસ્તાર ખાતે પોલીસની ક્રાઈમ બ્રાન્ચ અને મહિલા વિંગે શહેરના વિસ્તારમાં આવેલા સ્પામાં દરોડો પાડીને 10 યુવતીઓ અને આઠ યુવકોની ધરપકડ કરી હતી.
આ પણ વાંચો :કાશીના કોતવાલ “બાબા કાલ ભૈરવ”એ પહેલીવાર પહેર્યો પોલીસનો યુનિફોર્મ , મંદિરમાં દર્શન કરવા માટે ઉમટી ભીડ
પકડાયેલી યુવતીઓમાં 8 યુવતીઓ થાઈલેન્ડની રહેવાસી હતી જેમને અહીં વેશ્યાવૃત્તિ માટે લાવવામાં આવી હતી. જ્યારે આ 18 લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો ત્યારે ત્રણ યુવતીઓ અને એક ગ્રાહક કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું.જાણવા જેવું છે કે આ સ્પામાંથી ઝડપાયેલા આઠ યુવકોમાંથી ત્રણનો સબંધ ભારતીય જનતા પાર્ટી સાથે હોવાનું જાણવા મળ્યું છે.
શિવરાજ સિંહ ચૌહાણ સરકારના મંત્રી સાથે આ સેક્સ સ્કેન્ડલમાં પકડાયેલા એક આરોપીની તસવીર પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. આ યુવક પણ ભાજપ મોરચાનો હોદ્દેદાર હોવાનું કહેવાય છે.સૂત્રોનું કહેવું છે કે જે યુવતીઓ થાઈલેન્ડની રહેવાસી છે તેમાંથી ચાર યુવતીઓ છે જેમનું લિંગ બદલાયું હતું.
આ પણ વાંચો :માસ્ક ન પહેરવા પર પોલીસે એક વ્યક્તિને રોક્યો, પછી તેને કર્યું એવું કે…
તેની પાસેથી મળેલા પાસપોર્ટ પરથી આ વાત સામે આવી છે, કારણ કે પાસપોર્ટમાં તેનું લિંગ પુરૂષ છે, આ દિવસોમાં કોરોના મહામારીની ત્રીજી લહેર ઝડપથી સંભળાઈ રહી છે અને રાજ્યમાં સૌથી વધુ કોરોના દર્દીઓ ઈન્દોરમાં જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચો : કોરોનાના ડરથી માતાએ પરિવારને આપ્યું ઝેર,જાણો પછી શું થયું…..
આ પણ વાંચો :દિલ્હીની ત્રણ જેલમાં થયો કોરોના વિસ્ફોટ, 46 કેદીઓ-43 કર્મચારીઓ થયા સંક્રમિત
