National News/ પૂર્વ CDSનો ખુલાસો: ઓપરેશન સિંદૂર હજુ પણ ચાલુ છે, સીમાપાર આતંકવાદ સામે નવી રેડ લાઈન

પૂર્વ CDS જનરલ અનિલ ચૌહાણે ‘Operation Sindoor અને પહલગાંગ હુમલા બાદ પાકિસ્તાન વિરુદ્ધ લેવાયેલા મોટા સૈન્ય નિર્ણયો અંગે ખુલાસા કર્યા છે. જાણો વિગતવાર અહેવાલ.

NATIONAL Top Stories India
Operation Sindoor

Ex-CDS General Revelations on Operation Sindoor: પૂર્વ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ (સેવાનિવૃત્ત) અનિલ ચૌહાને પહેલગામ આતંકી હુમલા બાદ ભારતની સૈન્ય કાર્યવાહી ઓપરેશન સિંદૂર અંગે મહત્વના ખુલાસા કર્યા છે. તેમણે જણાવ્યું કે 29 એપ્રિલ, 2025ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી મહત્વપૂર્ણ બેઠકમાં પાકિસ્તાનને ‘મોટો સબક શીખવવા’ અને ‘સોચ સે પરે’ (અકલ્પનીય) કાર્યવાહી કરવાનો નિર્ણય લેવાયો હતો.

આ બેઠકમાં વડાપ્રધાન મોદી સાથે રક્ષા મંત્રી રાજનાથ સિંહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલ અને ત્રણેય સેનાઓના વડા હાજર હતા. જનરલ ચૌહાને કહ્યું કે વડાપ્રધાને સ્પષ્ટ કહ્યું હતું કે તેમના પર કાર્યવાહી કરવાનું કોઈ રાજકીય દબાણ નથી, પરંતુ કાર્યવાહી નિષ્ફળ ન જાય અને ઠોસ પુરાવા હોય તેની ખાતરી કરવી જરૂરી છે.

અડધી રાતે હુમલો કરવાનો નિર્ણય કેમ?

પૂર્વ CDSના જણાવ્યા મુજબ, શરૂઆતમાં આશંકા હતી કે અડધી રાતે ઘેરા અંધારામાં લક્ષ્ય પર હુમલો કરવા સાથે કાર્યવાહીના પુરાવા પણ એકત્રિત કરી શકાશે કે નહીં. જોકે, સૈન્ય નેતૃત્વને પોતાની વિકસિત ક્ષમતાઓ પર વિશ્વાસ હતો. આધી રાતે કાર્યવાહી કરવાથી અચાનક હુમલો કરવાનો ફાયદો મળ્યો અને નાગરિકોને થતા નુકસાનની શક્યતા પણ ઘટી.

Operation Sindoor

બહાવલપુરને ટાર્ગેટ લિસ્ટમાં શા માટે સામેલ કરાયું?

જનરલ ચૌહાને જણાવ્યું કે 29 એપ્રિલની બેઠકમાં બહાવલપુરને પણ લક્ષ્યોની યાદીમાં સામેલ કરવામાં આવ્યું. રક્ષા મંત્રી રાજનાથ સિંહના જોર આપવા પર આ નિર્ણય લેવાયો, કારણ કે વડાપ્રધાને ‘કંઈક મોટું’ (Operation Sindoor)કરવાની વાત કરી હતી. બહાવલપુરનું ટાર્ગેટ ઘણું દૂર હોવાથી હવાઈ શક્તિનો ઉપયોગ જરૂરી બન્યો હતો.

23 થી 29 એપ્રિલ સુધી સતત બેઠકો

પૂર્વ CDSના જણાવ્યા મુજબ, 23 થી 29 એપ્રિલ દરમિયાન સૈન્ય અને સુરક્ષા તંત્રના સ્તરે સતત બેઠકો અને તૈયારીઓ ચાલી હતી. ચીફ્સ ઓફ સ્ટાફ કમિટીની ચાર-પાંચ બેઠકો થઈ અને NSA સાથે પણ લગભગ એટલી જ બેઠકો થઈ. 23 એપ્રિલે કૂટનીતિક અને આર્થિક શક્તિ સહિત અન્ય માધ્યમોના ઉપયોગ અંગે નિર્ણયો લેવાયા, જ્યારે 29 એપ્રિલે સૈન્ય બળના ઉપયોગની રણનીતિ નક્કી કરવામાં આવી.

Operation Sindoor હજુ પણ ચાલુ છે

જનરલ ચૌહાને કહ્યું કે ઓપરેશન સિંદૂર(Operation Sindoor) હજુ પણ ચાલુ છે, જોકે તેના મુખ્ય ભાગો પૂર્ણ થઈ ચૂક્યા છે. તેમણે જણાવ્યું કે સરકાર અને સૈન્ય નેતૃત્વે આ ઓપરેશનને સીમાપાર આતંકવાદ સામેની નવી ‘રેડ લાઈન’ તરીકે રજૂ કરી છે. સરકારનું કહેવું છે કે જો આતંકવાદ કોઈ દેશની નીતિનો ભાગ છે, તો તેનો જવાબ દૃશ્યમાન અને અસરકારક કાર્યવાહી સ્વરૂપે આપવામાં આવશે.


આ પણ વાંચો:ઓપરેશન સિંદૂર પાછળની આખી રણનીતિ સામે આવી, અજિત ડોભાલે ખોલ્યા મોટા રહસ્યો

આ પણ વાંચો:પહેલગામ હુમલા બાદ એક્શનમાં આવ્યા PM મોદી, ડોભાલે ખોલ્યું ‘ઓપરેશન સિંદૂર’નું રહસ્ય

આ પણ વાંચો:ઓપરેશન સિંદૂર : કોંગ્રેસનો સરકાર પર પ્રહાર, રાજનાથ સિંહને હટાવવાની માંગ