Not Set/ લગ્નના ચોથા દિવસે જ લૂંટરી દુલ્હન ભાગી ગઇ,પતિ 6 મહિના રાહ જોતો રહ્યો

સુરેન્દ્રનગરમાં એક યુવતીએ લગ્ન કર્યાના ચાર જ દિવસ બાદ પતિના રૂપિયા લઈ ભાગી ગઈ હતી.પોલીસે આ લૂંટરી દુલહન સામે ફરિયાદ લઈ તેની શોધખોળ શરૂ કરી હતી. સુરેન્દ્રનગરના લખતરમાં રહેતા અને વાળંદ કામ કરતા 35 વર્ષના ભાવેશભાઇ ભીખાભાઇ લખતરીયાના લગ્ન ન થતા તેઓ એવા એજન્ટોના સંપર્કમાં આવ્યા હતા જે લગ્ન કરાવી આપતા હતા.આ દલાલોએ ભાવેશને  મૂળ તારાપુરની […]

Top Stories Gujarat Others

સુરેન્દ્રનગરમાં એક યુવતીએ લગ્ન કર્યાના ચાર જ દિવસ બાદ પતિના રૂપિયા લઈ ભાગી ગઈ હતી.પોલીસે આ લૂંટરી દુલહન સામે ફરિયાદ લઈ તેની શોધખોળ શરૂ કરી હતી.

સુરેન્દ્રનગરના લખતરમાં રહેતા અને વાળંદ કામ કરતા 35 વર્ષના ભાવેશભાઇ ભીખાભાઇ લખતરીયાના લગ્ન ન થતા તેઓ એવા એજન્ટોના સંપર્કમાં આવ્યા હતા જે લગ્ન કરાવી આપતા હતા.આ દલાલોએ ભાવેશને  મૂળ તારાપુરની અને હાલ અમદાવાદ રહેતી યુવતી પીંકી નામની યુવતી સાથે મુલાકાત કરાવી આપી હતી.

આ યુવતી સાથે લગ્ન કરાવવા સુરેન્દ્રનગરના કરમશીભાઇ ઉર્ફે વેરશીભાઇ શાર્દુલભાઇ રબારી, અબ્દુલખાન નગરખાન મલેક, ભરતભાઇ પ્રહલાદભાઇ પુજારા અને નડીયાદના સરોજબેન બાબુભાઇ મોચીએ રૂપિયા 1.70 લાખની માંગણી કરી હતી. પરંતુ અંતે રૂપિયા 1.60 લાખમાં ભાવેશભાઇ પતાવટ કરી નાણા આપ્યા હતા.

ભાવેશ અને પિન્કીના લગ્ન સ્ટેમ્પ પેપર પર કરાર કરી થયા હતા.3 જાન્યુઆરીએ લગ્ન કરી ભાવેશ પિન્કીને લઈ લખતર આવ્યો હતો.જો કે લગ્નના 4 દિવસ બાદ 7 જાન્યુઆરીએ પિંકી પોતાની માતા બીમાર હોવાનું બહાનું કાઢી અમદાવાદ જવા નીકળી હતી.

થોડા દિવસો સુધી પીંકી ન આવતા ભાવેશભાઇએ સરોજબેનને પૂછતા તેઓએ તારાપુરનું તેનું ઘર બંધ હોવાનું કહ્યુ હતુ. બનાવને છ માસ થયા બાદ પોતે છેતરાયા હોવાની જાણ થતા ભાવેશે  મહિલા સહિત ચારેય શખ્સો સામે એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ કરી છે.

ભાવેશને શારીરિક સુખ ના મળ્યું.જોવાની વાત એ છે કે ભાવેશને લગ્ન પછી શરીર સુખ પણ નહોતું મળ્યું. પિંકીએ લગ્ન થયા બાદ માસીકનું બહાનુ કાઢી બે દિવસ પતિને દૂર રાખ્યો હતો. ત્યારબાદ બે દિવસ માં બીમાર હોવાથી ઘરે જવાની વાત કરી ચોથા દિવસે યુવતી પીંકી લખતરથી અમદાવાદ જવા નીકળી હતી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.