રવિવારે મહિસાગર જિલ્લામાં એક ચત્કારિક ઘટના સામે આવી હતી. મહીસાગરમાં આસ્થા અને અંધશ્રદ્ઘાનો અજીબ કિસ્સો સામે આવ્યો છે.લુણાવાડાના પાલ્લા ગામે ખોડિયાર મંદિરમાં ચોરી થતાં મગરના દર્શન થયા હતા.ગામના મંદિરમાં ટોરી બાદગ જીવતો મગર મંદિરમાં જોવા મળતાં લોકોની આસ્થામાં વધારો થયો છે.

ખોડિયાર મા ના મંદિરમાં માતાજીનો મગર હોવાનું લોકો અનુમાન લગાવી રહ્યા છે.મગર જોઇને લોકો મંદિરમાં ઉમટી પડ્યા હતા અને દર્શન કરીને કંકુના છાંટણા કર્યા હતા.

મંદિરમાં રહેલા મગરને માતાજીએ મોકલ્યો હોવાનું માની તેને ચમત્કાર સમજીને લોકોએ મગર પર કંકુ ફેંક્યું હતું. તો કેટલાક લોકો તેના દર્શન કરવાનો લાભ લીધો હતો. જોકે મંદિરમાંથી દાન પેટી કોણે અને કઈ રીતે ચોરી તે મામલે હજુ સુધી કોઈ જાણકારી મળી નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
