Gujarat News/ પૈસાની ઉઘરાણી બાબતે શખ્સે દુકાનમાં ઘુસી વેપારી પર કર્યો હુમલો

પૈસાની ઉઘરાણી બાબતે વેપારી પર હુમલો કરાયો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું

Top Stories Gujarat

Gujarat News : કેશોદમાં એક શક્સે દુકાનમાં ઘુસીને વેપારી પર હુમલો કરતા ચકચાર મચી છે. આ બનાવ કેશોદ શહેરમાં અજાબ રોડ પર બની હતી. આ હુમલાની ઘટનાના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી. પૈસાની ઉઘરાણી બાબતે વેપારી પર હુમલો કરાયો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

પોલીસે આ મામલે વિગતવાર તપાસ હાથ ધરી છે.સીસીટીવી ફૂટેજમાં જોઇ શકાય છે કે પહેલા એક શખ્સ અને વેપારી વચ્ચે કોઇ બાબતે બોલાચાલી થઇ રહી છે. દરમ્યાન તે શખ્સ ગુસ્સામાં આવી વેપારીને લપડાક મારે છે. દરમ્યાન બાજુમાં ઉભેલા એક વયોવૃદ્ધ વ્યક્તિ તેને રોકવા પ્રયાસ કરે છે ત્યારે તે શખ્સ દ્વારા તેમને પણ લપડાક મારવામાં આવે છે.

જે જોઇને વેપારી કાઉન્ટરની બહાર નીકળી તે શખ્સનો સામનો કરવા પ્રયાસ કરે છે, જે દરમ્યાન તે શખ્સ દુકાનમાંથી પ્લાસ્ટિકની ચોકલેટની બરણી લઇ વેપારીના માથામાં મારે છે.. ત્યારબાદ બધા દુકાનની બહાર અને દુકાનના સીસીટીવી કેમેરાની પહોંચની બહાર નીકળી જાય છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: નવસારીમાં અસલી સરકારી અધિકારીએ નકલીની પોલ ખોલી, 40 લાખનો ફ્રોડ કરનારની ધરપકડ

આ પણ વાંચો: નવસારીમાં 16 લાખના દારૂના જથ્થા સાથે 37 લાખનો મુદ્દામાલ કબજે

આ પણ વાંચો: નવસારી/ જમીન કૌભાંડ આચરતી ટોળકીનો પર્દાફાશ, 3ની અટકાયત – 7 ફરાર