Rajkot News/ રાજકોટ જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘના સાત ડિરેક્ટરોની ચૂંટણી જાહેર

રાજકોટ દક્ષિણ મામલતદાર કચેરી ખાતેથી ઉમેદવારી પત્રો મેળવી શકાશે

Breaking News Gandhinagar Top Stories Rajkot
Beginners guide to 2025 01 20T175606.939 રાજકોટ જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘના સાત ડિરેક્ટરોની ચૂંટણી જાહેર

Rajkot News : રાજકોટ જિલ્લા સહકારી ખરીદ વેચાણ સઘં લિમિટેડના બોર્ડ ઓફ ડિરેકટરર્સની સાત બેઠકોની ચૂંટણીનો કાર્યક્રમ સંઘના ચૂંટણી સત્તાધિકારી તથા રાજકોટ શહેર સ્ટેમ્પ ડૂટીના નાયબ કલેકટર ડી.વી. વાળા દ્રારા કરવામાં આવ્યો છે.ડી.વી. વાળાએ જારી કરેલા હત્પકમ મુજબ, માલ પાંતર મંડળીઓના મતદાર વિભાગની એક બેઠકની ચૂંટણી યોજાશે. જયારે ખેતી વિષયક અને સેવા સહકારી મંડળીઓના મતદાર વિભાગની છ બેઠકની ચૂંટણી યોજાશે.

જેમાં વિભાગ–૧માં ગોંડલ, કોટડા સાંગાણી, લોધિકા તાલુકાની સહકારી મંડળીઓની એક બેઠક, વિભાગ–૨માં જસદણ, વિંછિયા, રાજકોટની એક બેઠક, વિભાગ–૩માં જેતપુર, જામ કંડોરણાની એક બેઠક, વિભાગ–૪માં ધોરાજી, ઉપલેટાની એક બેઠક, વિભાગ–૫માં મોરબી, ટંકારા તાલુકાની એક બેઠક, વિભાગ–૬માં વાંકાનેર, પડધરી, માળિયા તાલુકાની એક બેઠકનો સમાવેશ થાય છે. આમ કુલ સાત બેઠકોની ચૂંટણી થશે.

આ ચૂંટણી માટે ૧૦થી ૧૫મી ફેબ્રુઆરી દરમિયાન, સવારે ૧૧થી ૧૫ કલાક સુધીમાં, રાજકોટ દક્ષિણ મામલતદાર કચેરી ખાતેથી ઉમેદવારી પત્રો મેળવી શકાશે તથા રજૂ કરી શકાશે. આ જ દિવસોમાં રોજ બપોરે ૧૫ કલાક પછી મળેલા ઉમેદવારીપત્રોની યાદી પ્રસિદ્ધ કરાશે.૧૭મી ફેબ્રુઆરીએ ઉમેદવારી પત્રોની ચકાસણી થશે. માન્ય ઉમેદવારી પત્રોની યાદી ૧૮મી ફેબ્રુઆરીએ પ્રસિદ્ધ થશે. ૧૯ તથા ૨૦ ફેબ્રુઆરી દિવસ દરમિયાન ઉમેદવારી પત્રો પાછા ખેંચી શકાશે. ૨૧મી ફેબ્રુ.એ હરીફ ઉમેદવારોની આખરી યાદી પ્રસિદ્ધ કરાશે.

મતદાન જરી હોય તો, ૩ માર્ચના રોજ સવારે ૯થી બપોરે ૧૩ કલાક સુધીમાં રાજકોટ દક્ષિણ મામલતદારની કચેરી ખાતે થશે.મતગણતરીની કાર્યવાહી ૩ માર્ચના રોજ બપોરે ૧૫ કલાકથી શરૂ થશે. આ મતગણતરી પૂર્ણ થયા બાદ તુરતં જ મતદાનનું પરિણામ જાહેર કરાશે. ચૂંટણી અંગેની તમામ કામગીરી જાહેર રજાના દિવસો સિવાયના દિવસોમાં થશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ભુજમા 540 ફૂટ ઊંડા બોરવેલમાં પડી 18 વર્ષની યુવતી

આ પણ વાંચો:મુંબઈથી ભુજ આવતી ફ્લાઈટ રદ કરાતા મુસાફરો હેરાન

આ પણ વાંચો:ભુજના મોખાણા ગામનો કિશોર મોબાઇલ ગેમમાં હારી જતાં અંતિમ પગલું ભર્યું