Gandhinagar News: રાજ્યમાં આજે વહેલી સવારથી જ મેઘસવારી 140 તાલુકામાં પહોંચી ગઈ છે. રાજકોટના ધોરાજીમાં સૌથી વધુ 1.4 ઈંચ વરસાદ વરસ્યો છે. આ સાથે જ કામરેજ, કલ્યાણપુર, ઉમરપાડા અને લાલપુરમાં પણ 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જાણો ક્યાં તાલુકામાં કેટલો વરસાદ વરસ્યો છે. નખત્રાણા અને માંડવીમાં એક-એક ઇંચ વરસાદ પડ્યો છે. સુરતના ઉમરપાડામાં પોણો ઇંચ વરસાદ પડ્યો છે તો કચ્છના અબડાસામાં અડધો ઇંચ વરસાદ પડ્યો છે.
છેલ્લા 24 કલાકમાં ગુજરાત (Gujarat) રાજ્યના 250 તાલુકામાં વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં દ્વારકા (Dwarka) અને જામનગરમાં (Jamnagar) બારે માસ મેઘ ખાંગા થયા છે. જામખંભાળિયામાં (Jamkhambhaliya) આખી રાત વરસાદ (Rain) વરસ્યો છે. સવારે 6 સુધીમાં 18.5 ઇંચ વરસાદ છે. ખંભાળિયામાં જ્યાં જુઓ ત્યાં પાણી પાણી છે. જામનગર શહેરમાં પણ વહેલી સવાર સુધી વરસાદ વરસ્યો છે. સવારે 6 વાગ્યા સુધીમાં 15.5 ઇંચ વરસાદ નોંધાયો છે.
મોરબીમાં 43, જામનગરમાં 42,વલસાડમાં 41, દાહોદ જિલ્લામાં 41 રસ્તા, કચ્છ જિલ્લામાં 33 રસ્તા વાહન વ્યવહાર માટે બંધ કરાયા હતા.રાજકોટ જિલ્લામાં 55 રસ્તાઓ, વડોદરા જિલ્લામાં 53 રસ્તાઓ, નવસારી જિલ્લામાં 45 રસ્તાઓ,મોરબી જિલ્લામાં 43,જામનગર જિલ્લામાં 42,વલસાડ જિલ્લામાં 41,દાહોદ જિલ્લામાં 41 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ થયા હતા. કચ્છ જિલ્લામાં 33 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરાયા હતા.
સમગ્ર રાજ્યમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. સવારથી અત્યાર સુધીમાં રાજ્યના 245 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. આજે રાજકોટમાં સૌથી વધુ આઠ ઇંચ વરસાદ ખાબક્યો હતો. તે સિવાય કોટડાસાંગાણીમાં સાડા સાત ઇંચ, લોધિકામાં સાત ઇંચ, ખંભાળિયામાં સાડા છ ઈંચ વરસાદ ખાબક્યો હતો.તે સિવાય આજે કલ્યાણપુરમાં સવા છ ઈંચ, કાલાવડમાં છ ઈંચ, ભાણવડમાં છ ઈંચ, લાલપુરમાં સાડા પાંચ ઈંચ, રાણાવાવ, ગોંડલમાં પાંચ ઈંચ, દ્વારકા, પોરબંદરમાં પાંચ ઈંચ, જામનગર, જામજોધપુરમાં પાંચ ઈંચ વરસાદ વરસ્યો હતો. ઉપરાંત ધોરાજી, જામકંડોરણામાં ચાર-ચાર ઈંચ, ચોટીલા, વંથલી, કેશોદમાં 4-4 ઈંચ,વાંકાનેર, વિસાવદર, મેંદરડામાં સાડા ત્રણ ઈંચ, મહુધા, ઉપલેટા, માણાવદરમાં ત્રણ-ત્રણ ઈંચ, કુતિયાણા, જેતપુર, તાલાલામાં 3-3 ઈંચ વરસાદ વરસ્યો હતો.
આ પણ વાંચો:દસાડા તાલુકામાં અનરાધાર વરસાદે સર્જી તારાજી
આ પણ વાંચો:Gujarat Rain Live: તમારા જીલ્લામાં આજે કેટલો વરસાદ છે, જાણો એક ક્લિક પર
આ પણ વાંચો:ગુજરાત બન્યું આસામ, 33માંથી 28 જિલ્લામાં હાઇ એલર્ટ
