Jamnagar News/ જોડિયા તાલુકાના જોડીયા ગામે આર્મી અને વહીવટી તંત્ર દ્વારા દિલધડક રેસ્ક્યુ

જામનગરના જોડિયામાં વરસાદ બાદ આફતના દ્રશ્યો સામે આવ્યા છે. જોડિયામાં વરસાદી પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે.

Top Stories Gujarat Others Breaking News
WhatsApp Image 2024 08 29 at 18.07.25 1 જોડિયા તાલુકાના જોડીયા ગામે આર્મી અને વહીવટી તંત્ર દ્વારા દિલધડક રેસ્ક્યુ

Jamnagar News: જોડિયા તાલુકામાં પડેલ અતિ ભારે વરસાદ તથા ઉપરવાસ માં પડેલ વરસાદના કારણે ઉંડ-2  ડેમમાંથી છોડેલ પાણીના કારણે હેઠવાસમાં આવેલ જોડીયા ગામે તતાપર સીમ વિસ્તારમાં પાણી ફરીવળતા ખેતમજુર કુટુંબ સાથે ફસાઈ ગયાના મેસેજ મળતા SDRF તથા કાલાવડ ફાઈર ફાઈટર ટીમ દ્વારા રેસ્ક્યુ માટે અગાઉ પ્રયત્ન કરેલ. જે સફળ ન થયા હતા.

WhatsApp Image 2024 08 29 at 18.07.24 1 જોડિયા તાલુકાના જોડીયા ગામે આર્મી અને વહીવટી તંત્ર દ્વારા દિલધડક રેસ્ક્યુ

ઉંડ-02 ડેમના પાણીના ધટાડેલ outflow ને કારણે નદીના જળસ્તરમાં થયેલ ધટાડો થતા આજ તા.29/08/2024ના રોજ તાલુકા કક્ષાએથી જિલ્લા કંટ્રોલ રૂમ ને મદદ માટે જાણ કરતા જિલ્લા કક્ષાએ થી માન.કલેક્ટર જામનગર બી. કે. પંડયા  દ્વારા તાત્કાલિક આર્મીની ટીમ મોકલતા, આજે સવારથી આર્મી ટીમ મારફતે પ્રાંત અધિકારી ધ્રોલ વી.ડી. સાકરીયા સાહેબના માર્ગદર્શન તળે ચાલુ વરસાદમાં રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરેલ જેમાં એક પુરુષ,એક સ્ત્રી અને છ બાળકોનું સફળતા પૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.

WhatsApp Image 2024 08 29 at 18.07.25 2 જોડિયા તાલુકાના જોડીયા ગામે આર્મી અને વહીવટી તંત્ર દ્વારા દિલધડક રેસ્ક્યુ

જેમાં મદદ અને માર્ગદર્શન પ્રાંત અધિકારી વી.ડી.સાકરીયા તેમજ મામલતદાર – જોડિયા, તાલુકા વિકાસ અધિકારી – જોડિયા, તથા પોલીસ ઇન્સપેક્ટર- જોડિયા, ગ્રામ પંચાયત જોડીયા સહિતનાઓએ સફળતા પૂર્વક રેસ્ક્યુ ઓપરેશન કરી તેઓને મેડિકલ ચેકઅપ માટે રેફરલ હોસ્પિટલ – જોડીયા ખાતે એડમીટ કરતા તેઓ સ્વસ્થ હોવાનું જાહેર કરેલ છે આમ ઈન્ડીયન આર્મી દ્વારા સરાહનીય કામગીરી કરી લોકોની મહામુલી જિંદગી બચાવવામાં સફળ રહેલ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:આર્મીની ટીમની વડોદરામાં યુદ્ધના ધોરણે બચાવ રાહત કામગીરી

આ પણ વાંચો:વડોદરામાં વરસાદ બાદ મગરોનો ત્રાસ, ત્રણ કલાકની જહેમત બાદ 10 ફૂટ મગરનું કરાયું રેસ્ક્યું

આ પણ વાંચો:કચ્છમાં વરસાદે સર્જી તારાજી, સલાયાના દરિયામાં તણાયું જહાજ