આર્મી ચીફ એમએમ નરવાણે આજે બે દિવસની મુલાકાતે લદ્દાખ પહોંચ્યા. અહીં તેમણે લદ્દાખના પૂર્વ વિસ્તારની મુલાકાત લીધી. એવું કહેવામાં આવી રહ્યું છે કે શિયાળાની મોસમમાં બરફવર્ષા બાદ લદ્દાખનો મોટાભાગનો વિસ્તાર બરફના કારણે દેશના બાકીના ભાગોથી કપાઈ ગયો છે. આવી સ્થિતિમાં ચીન સરહદી વિસ્તારોમાં મોટી સંખ્યામાં સૈનિકો અને હથિયારો તૈનાત કરી રહ્યું છે.
સુત્રોના જણાવ્યાં અનુસાર ભારત-ચીન સરહદ પર તૈનાત ભારતીય સૈનિકોનો ઉત્સાહ વધારવા માટે, સેના પ્રમુખ તેમના રોકાણ દરમિયાન તે મુશ્કેલ વિસ્તારોમાં તૈનાત સૈનિકો સાથે વાતચીત કરશે. તેમનો ઉત્સાહ વધારશે. તેમણે રાજભવન ખાતે જમ્મુ -કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર રાધા કૃષ્ણ માથુરને પણ મળ્યા હતા. બંનેએ કાશ્મીરમાં સુરક્ષાની સ્થિતિ પર વિસ્તૃત ચર્ચા કરી હતી.
General MM Naravane #COAS called on Lieutenant Governor of the Union Territory of #Ladakh, Shri Radha Krishna Mathur at the Raj Bhavan and discussed the prevailing security scenario in the Union Territory. pic.twitter.com/T3GiBoibId
— ADG PI – INDIAN ARMY (@adgpi) October 1, 2021
આર્મી ચીફ નરવણેની લદ્દાખની મુલાકાત એટલા માટે પણ મહત્વની છે કારણ કે ગુરુવારે વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે ચીન સરહદી વિસ્તારોમાં મોટી સંખ્યામાં સૈનિકો અને હથિયારો તૈનાત કરી રહ્યું છે. જવાબમાં, ભારતીય સશસ્ત્ર દળોએ પણ મોટી સંખ્યામાં તેમની જમાવટ સુનિશ્ચિત કરી છે.
પૂર્વી લદ્દાખ એ જ વિસ્તાર છે જ્યાં એક વર્ષ પહેલા ભારત-ચીન સરહદે ગલવાન ખીણમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં 20 ભારતીય સૈનિકો શહીદ થયા હતા. આજે વહેલી સવારે, જાહેર માહિતી મહાનિદેશાલયે માહિતી આપી હતી કે તેમની મુલાકાત દરમિયાન નરવાણે લદ્દાખ ક્ષેત્રમાં પ્રવર્તમાન સુરક્ષા પરિસ્થિતિ અને ઓપરેશનલ તૈયારીઓની સમીક્ષા કરશે. તે આ વિસ્તારમાં તૈનાત સૈનિકો સાથે વાતચીત કરશે અને તેમને પ્રોત્સાહિત કરશે.
