IPL 2023/ ચેન્નાઇએ ગુજરાતને 15 રને હરાવીને પહોંચી ફાઇનલમાં

ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) એ IPL 2023ની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. ધોની બ્રિગેડે મંગળવારે પ્રથમ ક્વોલિફાયરમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સને 15 રનથી હરાવ્યું હતું

Top Stories Sports

ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) એ IPL 2023ની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. ધોની બ્રિગેડે મંગળવારે પ્રથમ ક્વોલિફાયરમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સને 15 રનથી હરાવ્યું હતું. ચેન્નાઈએ 173 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, જેના જવાબમાં હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની જીટી 157 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ચાર વખત ટાઈટલ જીતનાર ચેન્નાઈએ 10મી વખત આઈપીએલની ફાઇનલમાં જગ્યા બનાવી છે. ગુજરાત પાસે ટાઈટલ મેચમાં પહોંચવાની વધુ એક તક છે. જીટી ક્વોલિફાયર-2માં એલિમિનેટરના વિજેતા સામે ટકરાશે.

ટોસ હાર્યા બાદ ચેન્નાઈની શરૂઆત સારી રહી હતી. ઋતુરાજ ગાયકવાડ અને ડેવોન કોનવેએ પ્રથમ વિકેટ માટે 87 રન જોડ્યા હતા. ગાયકવાડને નો-બોલને કારણે જીવન મળ્યું, જેનો તેણે લાભ લીધો. ગાયકવાડે 44 બોલમાં 7 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 60 રન બનાવ્યા હતા. કોનવેએ 34 બોલમાં 4 ચોગ્ગાની મદદથી 40 રન બનાવ્યા હતા. શિવમ દુબે (1)નું બેટ ચાલ્યું ન હતું. અજિંક્ય રહાણે (10 બોલમાં 17) અને અંબાતી રાયડુ (9 બોલમાં 17) એ ગતિ વધારવાનો પ્રયાસ કર્યો પરંતુ મોટી દાવ રમવામાં નિષ્ફળ ગયા. રવિન્દ્ર જાડેજાએ 16 બોલમાં 22 રનનું યોગદાન આપ્યું હતું. એમએસ ધોની માત્ર 1 રન બનાવી શક્યો હતો. મોઈન અલી 4 બોલમાં 9 રન બનાવીને અણનમ રહ્યો હતો.