Vadodra News: શહેરના માણેજા અને જાંબુઆ વિસ્તારમાં આવેલા સરકારી આવાસોની(Vadodara Government Housing) હાલતને લઈને રહેવાસીઓમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, આ આવાસો હવે રહેવા લાયક રહ્યા નથી અને અહીં રહેતા પરિવારો રોજિંદા જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. માહિતી અનુસાર, વર્ષો પહેલાં અન્ય સ્થળેથી સ્થળાંતર કરાયેલા પરિવારોને વચગાળાની વ્યવસ્થા તરીકે આ આવાસોમાં રહેવા માટે રાખવામાં આવ્યા હતા. રહેવાસીઓનો દાવો છે કે કાયમી આવાસ આપવાનું આશ્વાસન મળ્યું હતું, પરંતુ લાંબા સમય બાદ પણ તેઓ હજુ આ જ મકાનોમાં રહેવા મજબૂર છે.

દિવાલોમાં મોટી તિરાડો અને છતમાંથી લોખંડના સળિયા બહાર દેખાતા હોવાનો દાવો

સ્થાનિકોના આક્ષેપ મુજબ, મકાનોની દિવાલોમાં (Vadodara Government Housing) મોટી તિરાડો પડી ગઈ છે, જ્યારે અનેક સ્થળોએ છતનું પ્લાસ્ટર ખસી જતાં લોખંડના સળિયા બહાર દેખાઈ રહ્યા છે. ચોમાસામાં મકાનના ભાગો ધરાશાયી થવાની ભીતિ વચ્ચે પરિવારો સતત ભયના માહોલમાં જીવન પસાર કરી રહ્યા છે.
ગંદકી અને ઉભરાતી ડ્રેનેજથી આરોગ્ય સંબંધિત સમસ્યાઓ વધ્યાની ફરિયાદ

આવાસ (Vadodara Government Housing) પરિસરમાં ગંદકી, ઉભરાતી ડ્રેનેજ અને કચરાના યોગ્ય નિકાલના અભાવને કારણે દુર્ગંધ ફેલાઈ રહી હોવાનું પણ રહેવાસીઓએ જણાવ્યું છે. તેમના જણાવ્યા મુજબ, આ પરિસ્થિતિના કારણે ખાસ કરીને નાના બાળકોમાં ચામડીના રોગ અને અન્ય ચેપજન્ય તકલીફો વધી રહી છે.
350માંથી આશરે 150 પરિવારો મકાનો છોડીને અન્યત્ર રહેવા ગયા
સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે કુલ 350 આવાસોમાંથી આશરે 150 પરિવારો અસુરક્ષિત સ્થિતિ અને ખરાબ સુવિધાઓને કારણે અન્ય સ્થળે રહેવા જતાં રહ્યા છે. જ્યારે બાકીના પરિવારો પાસે અન્ય કોઈ વિકલ્પ ન હોવાથી તેઓ હજુ પણ જોખમી મકાનોમાં રહેવા મજબૂર છે.
VUDA અને વડોદરા મહાનગરપાલિકા સામે સ્થાનિકોએ બેદરકારીના આક્ષેપ કર્યા
રહેવાસીઓએ (Vadodara Government Housing) VUDA અને વડોદરા મહાનગરપાલિકા સામે સમસ્યાના નિરાકરણમાં બેદરકારી દાખવવાનો આક્ષેપ કર્યો છે અને તાત્કાલિક મકાનોનું સમારકામ અથવા સુરક્ષિત વૈકલ્પિક આવાસ ઉપલબ્ધ કરાવવાની માંગ કરી છે. હાલ સંબંધિત તંત્ર તરફથી આ મુદ્દે સત્તાવાર પ્રતિક્રિયાની રાહ જોવામાં આવી રહી છે.
આ પણ વાંચો: ગીર સોમનાથમાં વિદ્યાર્થીઓની જીવના જોખમે મુસાફરી: વાહનમાં ઘેટાં-બકરાંની જેમ ભરાયા બાળકો
આ પણ વાંચો:અંબાલાલ પટેલનો યુ-ટર્ન: ફરી હવામાનની આગાહી શરૂ, ખેડૂતોમાં ખુશીની લહેર
આ પણ વાંચો:જૂનાગઢમાં જમાઈનો આતંક: સાસુ-સસરા પર હુમલો, રૂ.2 હજાર લૂંટી જાનથી મારી નાખવાની ધમકી
