Gir Somnath News/ ગીર સોમનાથમાં વિદ્યાર્થીઓની જીવના જોખમે મુસાફરી: વાહનમાં ઘેટાં-બકરાંની જેમ ભરાયા બાળકો

Students Risky Travel: ગીર સોમનાથ જિલ્લાના ઉનાના માણેકપુરથી સીમર જતાં વિદ્યાર્થીઓને જીવના જોખમે મુસાફરી કરવી પડી રહી છે.

Gujrat Top Stories

Gir Somnath News:  જિલ્લાના ઉના તાલુકામાં વિદ્યાર્થીઓની સુરક્ષાને(Students Risky Travel) લઈને ચિંતાજનક સ્થિતિ સામે આવી છે. માણેકપુરથી સીમર ગામ તરફ અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓને દરરોજ જીવના જોખમે મુસાફરી કરવી પડી રહી હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ એસટી બસ સમયસર આવતી નથી

સ્થાનિકોના જણાવ્યા મુજબ એસટી બસ સમયસર ન આવવાને કારણે વિદ્યાર્થીઓને(Students Risky Travel) ખાનગી વાહનોનો સહારો લેવો પડે છે. આ વાહનોમાં બાળકોને ક્ષમતા કરતાં વધુ સંખ્યામાં, જાણે ઘેટાં-બકરાંની જેમ, ભરવામાં આવતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.

અકસ્માત સર્જાય તો જવાબદારી કોની હશે તેવો સવાલ ઉઠ્યો

આ સ્થિતિને કારણે વિદ્યાર્થીઓની(Students Risky Travel) સુરક્ષા સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. જો મુસાફરી દરમિયાન કોઈ દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોણ લેશે તેવો સવાલ વાલીઓ અને સ્થાનિકો ઉઠાવી રહ્યા છે.

સ્થાનિકોએ તંત્રને તાત્કાલિક યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ કરી

સ્થાનિક લોકોએ તંત્ર અને એસટી વિભાગ સમક્ષ સમયસર બસ સેવા ઉપલબ્ધ કરાવવા તેમજ વિદ્યાર્થીઓ માટે સુરક્ષિત(Students Risky Travel) પરિવહનની વ્યવસ્થા કરવાની માંગ કરી છે. હાલમાં આ મુદ્દે સંબંધિત તંત્રના પ્રતિસાદની રાહ જોવામાં આવી રહી છે.


આ પણ વાંચો: રથયાત્રા પહેલાં ગુજરાત ATS એલર્ટ, સિદ્ધપુરમાંથી 5 શંકાસ્પદ શખ્સો ઝડપાયા

આ પણ વાંચો: જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં વાઘને હેરાન કરવાનો વીડિયો વાયરલ, તંત્રે શરૂ કરી તપાસ

આ પણ વાંચો: અંબાલાલ પટેલનો યુ-ટર્ન: ફરી હવામાનની આગાહી શરૂ, ખેડૂતોમાં ખુશીની લહેર