@વિશાલ મહેતા, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ…
કોણ કહે છે કે આ કળયુગમાં માનવતા મરી પરવારી છે. એક સામાન્ય રીક્ષા ચાલકે નિઃસ્વાર્થ ભાવે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. રીક્ષા ચાલકની માનવતા ને પગલે આજે એક શ્રમજીવી પરિવારની છીનવાઈ ગયેલી ખુશીઓ પરત ફરી અને પોલીસતંત્ર એ પણ રિક્ષાચાલકની કામગીરી બિરદાવી. શું છે માનવતાના ઉત્તમ ઉદાહરણની કહાની ચાલો જાણીએ…
સોલા પોલીસ સ્ટેશનમાં માતા-પિતા સાથે દેખાતી આ દસ વર્ષની બાળકી તારીખ 16 જાન્યુઆરી ના રોજ ગુમ થઇ ગઇ હતી. આજે બાળકી પરત ફરતા આ શ્રમજીવી પરિવારના જીવનમાં ફરીથી ખુશીની લહેર છવાઈ ગઈ છે. કારણ કે ગુમ થયેલી બાળકી થોડી ના સમજ અને ઓછું બોલી શકતી હતી. જ્યારે બાળકી ગુમ થઇ ગઇ હતી ત્યારે પરિવાર અને પોલીસ ના મનમાં અનેક વિચારો આવ્યા હતા. બાળકીના ગુમ થઈ ગયા પાછળ પોલીસને અપહરણ બળાત્કાર અને હત્યા જેવા અનેક સંજોગોની આંતરિક રીતે શંકા લાગતી હતી. જેથી સોલા પોલીસે સતર્કતા બતાવી જે તે સમયે 50 પોલીસ કર્મચારીઓની અલગ-અલગ ટીમ બનાવી હેબતપુર ની આસપાસ રહેલા અવાવરા વિસ્તારમાં ડ્રોન કેમેરાના માધ્યમથી બાળકોની શોધખોળ કરી હતી. આસપાસના તમામ વિસ્તારમાં ડ્રોન કેમેરા દ્વારા સતત સુપરવિઝન રાખવામાં આવ્યું પણ બાળકી ન મળી. પરંતુ પોલીસના અથાગ પ્રયત્નો તથા એક વિકલાંગ રિક્ષા ડ્રાઈવર ની મદદથી આજે એક ગરીબ પરિવાર ની દીકરી તેના મા-બાપને પરત મળી છે.

બાળકી મને મળી ત્યારે તેણે પાટણ જવાનું કીધું. મને શંકા ગઇ એટલે મને મારા મિત્ર અને સ્થાનિક પોલીસનો સંપર્ક કર્યો.. જેમાં પોલીસે વાયરલ કરેલા મેસેજ ધ્યાન પર આવતા અમે સોલા પોલીસને આ બાળકી સોંપી.

જે બાળકને જોઈને આજે આ પરિવાર ખુશ થઈ રહ્યું છે તે જ બાકીના વિરહમાં 16 જાન્યુઆરી ના રોજ આ પરિવારમાં આક્રંદ છવાયો હતો. સોલા પોલીસને પણ શંકા હતી કે બાળકી સાથે કંઇક અઘટિત થયું છે. પોલીસના અથાગ પ્રયત્નો ટેકનિકલ અને હ્યુમન સેલની મદદથી સતત શોધવાના પ્રયત્નો ચાલુ રખાયા. સોશીયલ મીડીયા ના માધ્યમ પર દરેક જગ્યાએ બાળકી ગુમ થઈ ગયા હોવાના સમાચાર ફેલાવવામાં આવ્યા. આ દરમિયાનમાં ગઈકાલે બાળકી છત્રાલ વિસ્તારમાં ફરતી હતી ત્યારે આ રીક્ષા ચાલક ઈમરાન ભાઈ ને મળી. બાકી કહ્યું કે તેને પાટણ જવું છે.. વિકલાંગ રિક્ષાચાલકને શંકા ગઈ કે બાળકી ખૂબ જ નાની છે અને એકલી પણ છે. તેમ છતાં થી પાટણ જવા ની વાત કરે છે એટલે ચોક્કસથી તે ભૂલી પડી ગઈ છે અથવા તો અન્ય કોઈ કારણ છે. રિક્ષા ચાલકે માનવતા બતાવી ને બાળકીને સાંત્વના આપી અને સ્થાનિક પોલીસને તથા મિત્રોને જાણ કરી. સોશિયલ મીડિયા પર આવેલા અમદાવાદના સોલા વિસ્તારના મેસેજની પણ ધીરે ધીરે ખબર પડી અને સોલા પોલીસને સંપર્ક કરવામાં આવ્યો. બાળકી છત્રાલ વિસ્તારમાં મળી હોવાની જાણ થતા તાબડતોબ સોલા પોલીસ સંપર્ક કરીને છત્રાલ પહોંચી ગઈ અને બાળકનો કબજો મેળવ્યો. હાલ બાળકી તેના મા-બાપ સુધી પહોંચી ગઈ છે અને સ્વસ્થ છે. પરંતુ તેની સાથે કાંઈ અઘટિત થયું નથી ને..? તે જાણવા પોલીસે મેડિકલ તથા અન્ય તપાસ હાથ ધરી છે.
રિક્ષા ચાલકની સતર્કતાના કારણે બાળકી મળી આવી છે.. હાલમાં તે સ્વસ્થ છે તેમ છતાં તેની મેડિકલ તપાસ તથા અન્ય તપાસ કાર્યવાહી કરવામાં આવશે

10 વર્ષની નાદાન બાળકી ને શોધવા માટે સોલા પોલીસે અથાક પ્રયત્નો અને ઉમદા કાર્યવાહી કરી છે. તો બીજી તરફ એક વિકલાંગ રિક્ષાચાલકે પણ વિખૂટી પડી ગયેલી દીકરી ને તેના મા-બાપ પાસે પહોંચાડીને માનવતાનું ઉદાહરણ આપ્યું છે. સોલા વિસ્તારમાં પ્રકાશમાં આવેલી આ ઘટના જાણીને એક વાત ફલિત થાય છે જો દરેક વ્યક્તિ માનવતા રાખે અને એકબીજાની પરસ્પર મદદ કરે તો અનેક મોટી મુસીબત તો આસાનીથી હલ થઈ શકે છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
