વડોદરા/ SRP જવાને ફરજ દરમિયાન સર્વિસ રાઈફલ વડે ગોળી મારી કર્યો આપઘાત, ત્રણ બાળકોએ ગુમાવી પિતાની છાયા

વડોદરા શહેરમાં SRP ગ્રૂપ-1માં ફરજ બજાવતા જવાને પોતાની ફરજ દરમિયાન સર્વિસ રાયફલ વડે ગોળી મારી આપઘાત કર્યો

Gujarat Vadodara Trending

Vadodara News: વડોદરામાં SRP જવાને ફરજ દરમિયાન સર્વિસ રાઇફલ વડે ગોળી મારી જીવનલીલા સંકેલી લેતા પંથકમાં હાલ ભારે ચકચાર જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલા સમયથી તેઓ SRPમાં ફરજ બજાવી રહ્યા હતા. પરિવારજનોએ જણાવ્યું કે છેલ્લા ઘણા સમયથી તેઓની તબીયત ખરાબ રહેતી હતી. જેના કારણે તેઓએ બીમારીથી કંટાળી આ પગલું લીધું હશે. પોલીસ દ્વારા હાલ એસઆરપી જવાનના મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નર્મદા જિલ્લાના ટીલાકવાળામાં રહેતા અને 28 વર્ષથી SRPમાં નોકરી કરી રહ્યા હતા. મૃતક પ્રવીણભાઈ બારિયાએ ફરજ દરમિયાન પોતાની સર્વિસ રાઇફલ વડે આપઘાત કર્યો હતો. આ અંગે પરિવારજનોએ જણાવ્યું કે તેઓ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા અને તે બીમારીના કારણે તેઓ ત્રાસી ગયા હતા. જેથી તેઓએ આત્મહત્યા કરી છે. જો કે, તેઓએ આપઘાત કયાં કારણોસર કર્યો છે દિશામાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

મૃતકના પરિવારોએ વધુમાં જણાવ્યું કે, પ્રવીણભાઈ બારિયા છેલ્લાં 28 વર્ષથી SRPમાં ફરજ બજાવતા હતા. તેઓ છેલ્લાં 14 વર્ષથી બીમારીના કારણે પરેશાન હતા. ફરજ દરમિયાન સર્વિસ રાઇફલ વડે ગોળી મારી આપઘાત કરી લીધો છે. આ પગલું બીમારીથી કંટાળીને ભર્યું હશે એવું પ્રાથમિક તારણ છે. હાલમાં પરિવારમાં પત્ની અને ત્રણ સંતાન નિરાધાર બન્યાં છે. પોતાના ઘરનો મોભી ગુમાવતાં પરિવાર આઘાતમાં છે.

આ પણ વાંચો:દ્વારકામાં શિક્ષકે 16 વર્ષની તરુણી પર આચર્યું દુષ્કર્મ, ભાઈને જાનથી મારી નાખવાની હતી હતી ધમકી

આ પણ વાંચો:સુરત પોલીસે 7 બાંગ્લાદેશીઓની કરી ધરપકડ, માનવ તસ્કરીના રેકેટનો થયો પર્દાફાશ

આ પણ વાંચો:આવા થીગડા માર્યાને તો મા અંબા પણ નહીં છોડે?

આ પણ વાંચો:સુરત મહાનગરપાલિકાના અધિકારી અને પટાવાળાને લાંચ લેતા રંગેહાથ ઝડપ્યા