Sabarkantha News/ તલોદ નગરપાલિકા ચૂંટણીમાં સરેરાશ 73 ટકા મતદાન નોધાયું

સાબરકાંઠા જિલ્લાની તલોદ નગરપાલિકાની ચૂંટણી માટે આજે મતદાન પ્રક્રીયા હાથ ધરાતા  શાંતિપૂર્ણ માહોલ વચ્ચે મતદાન પ્રક્રીયા સંપન્ન થઈ છે.સરેરાશ ૭૩ટકા મતદાન નોધાવા પામ્યું છે.

Gujarat Others Breaking News

Sabarkantha News: સાબરકાંઠા જિલ્લાની તલોદ નગરપાલિકાની ચૂંટણી માટે આજે મતદાન પ્રક્રીયા હાથ ધરાતા  શાંતિપૂર્ણ માહોલ વચ્ચે મતદાન પ્રક્રીયા સંપન્ન થઈ છે.સરેરાશ ૭૩ટકા મતદાન નોધાવા પામ્યું છે.

સ્થાનિક સ્વરાજ્યની રાજ્યભરમાં ચૂંટણીની સાથે સાથે આજે તલોદ નગરપાલિકાની પણ ચૂંટણી પ્રક્રીયા યોજાતા કુલ ૬ વોર્ડ માટે ૧૮ મતદાન મથકો ઉપર મતદાન પ્રક્રીયા સવારે ૭-૦૦ વાગ્યાથી ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પ્રારંભ થયો હતો.

મતદાન પ્રક્રિયા શરૂ થતાં સવાર થી બપોર સુધીમાં મતદારોમાં મતદાન કરવાનો ભારે ઉત્સાહ દેખાયો હતો.ત્યારબાદ બપોરના સુમારે થોડી મતદાનની ગતિ ધીમી પડી હતી.પરંતુ સાંજ  થવા આવતા જ પુનઃ મતદારો મતદાન કરવા બહાર નિકળતા મતદાન મથકો બહાર મતદારોની લાંબી લાઈનો જાવા મળી હતી.

આજ રોજ યોજાયેલ મતદાન પ્રક્રીયામાં સિનિયર સિટીઝન અને વૃદ્ધોએ પણ અદમ્ય ઉત્સાહ દાખવ્યો હતો.તલોદ નગરમાં રહેતા વૃદ્ધ જ્યંતિભાઈ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અને મતદાન કરવા માટે વ્હીલ ચેરમાં મતદાન બુથ સુધી આવી મતદાન કરી સૌ મતદારોને મતદાન કરવા તેમને અપિલ કરી હતી. સાંજના સમયે મતદારોમાં પણ મતદાન કરવાનો અદમ્ય ઉત્સાહ જોવા મળ્યો  હતો.

સાંજના ૫ વાગ્યા સુધીમાં ૧૫૦૨૫ મતદારો પૈકી ૫૪૨૦ પુરૂષ અને ૪૯૨૪  મતદારોએ મતદાન કરતા સંપૂર્ણ નગરપાલિકાનું સરેરાશ ૬૮.૮૪ ટકા મતદાન નોધાયું હતું.જ્યારે છેલ્લે છ વાગ્યા સુધીમાં તલોદ નગરપાલિકાનું સરેરાશ ૭૩ ટકા મતદાન નોધાયું હતું.

 મતદાનના આંકડા મુજબ ૧૫૦૨૫ મતદારો પૈકી કુલ ૧૦૯૬૯ મતદારોએ મતાધિકારનો ઉપયોગ કરતા ૫૭૭૩ પુરૂષ મતદારો એટલે કે ૭૬.૩૯ ટકા પુરુષો અને ૫૧૯૬ મતદારો એટલે કે ૬૯.૫૭ ટકા  મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કરી ચૂંટણી લડતા ૬૨ જેટલા ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં શીલ કર્યું છે.

મતગણતરી આગામી ૧૮મી ફેબ્રુઆરી મંગળવારે હાથ ધરાશે.જેને લઈને મતદાન પૂર્ણ થતાં જ રાજકીય પાર્ટીઓ,ઉમેદવારો કેટલી બેઠકો મળશે કોની હાર અને જીત થશે તેની મથામણ કરતા જોવા મળતા હવે શહેરીજનોમાં હાર જીતના પરિણામોની ઉત્સુકતા અને ઉત્કંઠા જાગી છે.જેનો મંગળવારે પરિણામ જાહેર થયા બાદ અંત આવશે.ચૂંટણી પરિણામો ઉપર સૌ નગરજનોની નજર ટેકવાઈ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, ભાજપે જૂનાગઢના ઉમેદવારની યાદી જાહેર કરી

આ પણ વાંચો: BJP ના ઉમેદવારોને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફોર્મ ભરવા સૂચના

આ પણ વાંચો: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે કોંગ્રેસે પ્રભારી નિમ્યા, બનાસકાંઠા માટે તુષાર ચૌધરી, બળદેવજી ઠાકોરને જવાબદારી