Jamnagar News/ જામનગર જિલ્લાની ત્રણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં સરેરાશ 63 ટકા મતદાન

જામનગર જિલ્લાની ત્રણ નગરપાલિકાઓમાં આજે સામાન્ય ચૂંટણી યોજાઈ હતી, જેમાં સરેરાશ ૬૩ ટકા  જેટલું મતદાન થયું છે  સમગ્ર ચુંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલ માં સંપૂર્ણ થઈ હતી.

Gujarat Others Breaking News

Jamnagar News: જામનગર જિલ્લાની ત્રણ નગરપાલિકાઓમાં આજે સામાન્ય ચૂંટણી યોજાઈ હતી, જેમાં સરેરાશ ૬૩ ટકા  જેટલું મતદાન થયું છે  સમગ્ર ચુંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલ માં સંપૂર્ણ થઈ હતી. આ સાથે જ તાલુકા પંચાયત ની જામ વણથલી બેઠક ની પેટા ચૂંટણી પણ યોજાઈ હતી. જેમાં સરેરાશ  ૪૩.૯૪ ટકા  મતદાન થયું હતું.

રાજ્ય ભર માં આજે અનેક નગરપાલિકાઓ ની સામાન્ય ચૂંટણી તેમજ પંચાયત ની અમુક બેઠક ની પેટા ચૂંટણીઓ યોજાઈ હતી. જેમાં જામનગર જિલ્લા ની પણ ત્રણ નગરપાલિકા ની સામાન્ય ચૂંટણી અને  તાલુકા પંચાયત ની એક બેઠક ની પેટા ચૂંટણી યોજાઈ હતી.

જામજોધપુર નગરપાલિકા ની સાત વોર્ડ ની ૨૮  બેઠક માટે યોજાયેલી ચૂંટણી માં આજે મતદાન થયું હતું. સવારે સાત વાગ્યાથી ધીમી ગતિ એ મતદાન નો પ્રારંભ થયો હતો અને દર બે કલાકના અંતે ની વિગતો જોઈએ તો સવારે ૯  વાગ્યા સુધીમાં ૬.૮૪ ટકા , ૧૧ વાગ્યા સુધીમાં ૨૦.૫૩  ટકા , એક વાગ્યા સુધીમાં ૩૩.૦૬  ટકા , ત્રણ વાગ્યા સુધીમાં ૪૬.૨૪ ટકા , પાંચ વાગ્યા સુધીમાં ૫૪.૬૧ ટકા  અને સાંજે છ વાગે મતદાન પૂરું થયા સુધીમાં ૫૮.૧૨  ટકા જેટલું મતદાન થયું હતું.

ધ્રોલ નગરપાલિકા ની સાત વોર્ડ ની  ૨૪ બેઠકો માટે આજે મતદાન થયું હતું. જેમાં પ્રથમ બે કલાક માં એટલે કે ૯ વાગ્યાના અંતે ૭.૬૬  ટકા  ,૧૧  વાગ્યા સુધીમાં ૨૧.૧૭ ટકા,  ૧  વાગ્યા સુધીમાં ૩૪.૯૩ ટકા , ત્રણ વાગ્યા સુધીમાં ૪૬.૮૪ ટકા ,  પાંચ વાગ્યા સુધીમાં ૬૧.૪૭ ટકા  અને અંતે છ વાગ્યા સુધીમાં ૬૮.૦૫  ટકા મતદાન નોંધાયું હતું.

કાલાવડ નગરપાલિકાની ૨૭ બેઠકો માટે આજે મતદાન થયું હતું જેમાં સવારે નવ વાગ્યા સુધીમાં ૯.૧૪ ટકા ,  ૧૧  વાગ્યા સુધીમાં ૨૩.૧૯ ટકા , એક વાગ્યા સુધીમાં ૩૭.૭૪ ટકા  ,ત્રણ વાગ્યા સુધીમાં ૪૭.૩૨ ટકા પાંચ વાગ્યા સુધીમાં ૫૯.૧૧ ટકા  અને અંતે ૬ વાગ્યા સુધીમાં ૬૩.૧૬ ટકા  ટકા મતદાન નોંધાયું છે.

આ ઉપરાંત જામનગર તાલુકા  પંચાયત ની જામવંથલી  ની બેઠક ની પેટા ચૂંટણી યોજાઈ હતી જેમાં ૪૩.૯૫ ટકા મતદાન થયું છે. આમ આજે સમગ્ર જિલ્લામાં મતદાનની પ્રક્રિયા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અને  શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. તમામ ઈવીએમ ને  સીલ કરીને સ્ટ્રોંગ રૂમમાં પહોંચાડી દેવામાં આવ્યા છે . અને હવે મંગળવારે સવારે મતગણતરી હાથ ધરવામાં આવશે.

-સાગર સંઘાણી


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, ભાજપે જૂનાગઢના ઉમેદવારની યાદી જાહેર કરી

આ પણ વાંચો: BJP ના ઉમેદવારોને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફોર્મ ભરવા સૂચના

આ પણ વાંચો: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે કોંગ્રેસે પ્રભારી નિમ્યા, બનાસકાંઠા માટે તુષાર ચૌધરી, બળદેવજી ઠાકોરને જવાબદારી