Not Set/ સોલા સિવિલમાંથી ગુમ થયેલી નવજાત આખરે સાત દિવસ બાદ મળી આવી

જે મહિલા બાળકીને ઉઠાવી ગઈ હતી. જેનું નામ નગ્મા છે. પતિ સાથેથી તેણે છૂટાછેડા લઈ લીધેલા છે.  જો કે તેના મનમાં સંતાનની લાલસા જાગી હતી. અને તેથી તેણે નવજાત બાળકીનું અપહરણ કરવાનું નક્કી કર્યું.

Top Stories Gujarat Others
નવજાત બાળકી

અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાંથી અપહરણ કરાયેલી નવજાત બાળકી આખરે મળી આવી છે. અમદાવાદ પોલીસે દિવસ રાત એક કરીને આખરે બાળકીને શોધી કાઢી છે અને તેને ઉઠાવી જનાર મહિલાને ઝડપી લેવાઈ છે.

  • બાળકીના અપહરણનો ભેદ ઉકેલાયો
  • એક મહિલાની કરાઈ ધરપકડ

અમદાવાદની સોલા હોસ્પિટલમાંથી સાત દિવસ પહેલાં એક નવજાત બાળકી નું અપહરણ થયું હતું. જે અપહરણનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. સરખેજમાં રહેતી નગ્મા નામની એક મહિલાની ઘટનાના સાત દિવસ બાદ પોલીસે ધરપકડ કરી છે. જો સોલા સિવિલ હોસ્પિટલના જે વોર્ડમાંથી અપહરણ થયું એ વોર્ડમાં સીસીટીવી કેમેરા લગાવેલા હોત તો બાળકીની શોધ એટલી મુશ્કેલ બની ન હોત.

  • 70 પોલીસકર્મીઓ લાગ્યા હતા શોધખોળમાં
  • 500 જેટલા સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા

જે રાત્રે ઘટના બની તેના ત્રણ દિવસ બાદ પોલીસને પહેલી કડી મળી. હોસ્પિટલ બહારના સીસીટીવી કેમેરાના ફૂટેજમાં એક શંકાસ્પદ મહિલા જોવા મળી. આ મહિલા હોસ્પિટલમાંથી  દુપટ્ટો ઢાંકીને બાળકીને લઈ જઈ રહી હતી. જેને લઈને મહિલાનું પગેરું મેળવવાનું શરૂ કરાયું. અને આખરે પોલીસ સરખેજમાં રહેતી મહિલા સુધી પહોંચી ગઈ.

મહિલા પાસેથી બાળકીનો કબ્જો લઈને તેના માતાપિતાને સોંપવામાં આવતા માતાપિતાએ ખુશી વ્યક્ત કરી છે.અને પોલીસનો આભાર માન્યો છે.

જે મહિલા બાળકીને ઉઠાવી ગઈ હતી. જેનું નામ નગ્મા છે. પતિ સાથેથી તેણે છૂટાછેડા લઈ લીધેલા છે.  જો કે તેના મનમાં સંતાનની લાલસા જાગી હતી. અને તેથી તેણે નવજાત બાળકીનું અપહરણ કરવાનું નક્કી કર્યું. મહિલાની ધરપકડ કરીને તેની સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો બાળકીના માતા, પિતાના આગ્રહને માન આપીને પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે બાળકીનું નામ દુર્ગા રાખ્યું છે.

અફઘાનિસ્તાન / વીડિયો: તાલિબાની વિમાનની પાંખ પર ખાઈ રહ્યા છે હીંચકા, ચીને અમેરિકાની મજાક ઉડાવી

Income Tax / રિર્ટન ભરવાની તારીખ લંબાવાઇ, જાણો કઇ છે છેલ્લી તારીખ

ભારત / એરફોર્સને મળ્યું નવું ગેમ ચેન્જર હથિયાર ..જાણો તેની વિશેષતા