Auda/ પ્લોટનો હેતુફેર કરનારા બિલ્ડરોનું આવી બન્યું, 40 ટકા જમીન કપાતમાં જશે

AUDAના એક નિર્ણયથી રિયલ્ટી ક્ષેત્રમાં ડેવલપર્સને મોટો ફટકો પડી શકે છે. વધુમાં ઔડાના આ નિર્ણયનો અમલ વર્ષ 2010 પહેલાં મંજૂર કરાયેલી અનેક પ્લોટિંગ સ્કીમ પર પણ પડશે.

Ahmedabad Gujarat
Auda પ્લોટનો હેતુફેર કરનારા બિલ્ડરોનું આવી બન્યું, 40 ટકા જમીન કપાતમાં જશે

અમદાવાદ : અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (AUDA)ના એક નિર્ણયથી Auda-Builders રિયલ્ટી ક્ષેત્રમાં ડેવલપર્સને મોટો ફટકો પડી શકે છે. વધુમાં ઔડાના આ નિર્ણયનો અમલ વર્ષ 2010 પહેલાં મંજૂર કરાયેલી અનેક પ્લોટિંગ સ્કીમ પર પણ પડશે. હવે ડેવલપર્સ તેમની પ્લોટિંગ યોજનામાં સબપ્લોટનો હેતુ બદલશે તો તેમની 40 ટકા જમીન કપાતમાં જશે તેવો AUDAએ નિર્ણય કર્યો છે.

ઑડાના આ નિર્ણયનો અર્થ એ થાય છે કે જો ડેવલપર્સે તેમની Auda-Builders પ્લોટિંગ સ્કીમમાં તમામ સબપ્લોટ પર બંગલા બનાવવાના હેતુથી મંજૂરી મેળવી હોય, પરંતુ હવે તે સબપ્લોટને મર્જ કરવાનો નિર્ણય લે અને તેના પર બંગલા બનાવવાના બદલે રહેણાંક એપાર્ટમેન્ટ અથવા કોમર્શિયલ બિલ્ડિંગનું બાંધકામ કરે તો આવા કિસ્સામાં માર્ગ અને બગીચા જેવી જાહેર જગ્યાઓના ઉપયોગ માટે ડેવલપરની 40 ટકા જમીન કપાતમાં જશે.

અત્યાર સુધી, ડેવલપર દ્વારા સબપ્લોટ વેચવામાં આવ્યા હોય તો ઇચ્છિત ટીપી સ્કીમમાં 2010 પહેલાં મંજૂર કરાયેલ પ્લોટિંગ સ્કીમોને મૂળ પ્લોટમાંથી ફરજિયાત 40% જમીન કપાતમાંથી મુક્તિ આપવામાં આવી હતી.

શેલામાં ડ્રાફ્ટ ટીપી સ્કીમની દરખાસ્ત પર ચર્ચા દરમિયાન, Auda-Builders ઔડા બોર્ડના સભ્યોના ધ્યાનમાં આવ્યું હતું કે પ્લોટિંગ સ્કીમમાં કેટલાક સબપ્લોટમાંથી જમીન કપાત 40% કરતા ઓછી હતી. આ અંગે ઔડાના અધિકારીઓએ ખુલાસો આપ્યો હતો કે પહેલાથી સબપ્લોટ વેચાઈ ગયા હોય તેવી પ્લોટિંગ સ્કીમાંથી 40 ટકા જમીન કપાત ન કરવાની નીતિના કારણે આ સબપ્લોટમાંથી 40 ટકા જમીન કપાત કરાઈ નથી. આ સંદર્ભમાં બોર્ડે નિર્ણય લીધો હતો કે જો બિલ્ડર વેચાયેલા અથવા ન વેચાયેલા સબપ્લોટના હેતુમાં ફેરફાર કરે તો નિયમ મુજબ 40 ટકા જમીન કપાત કરાશે.

ઔડાના એક વરિષ્ઠ અધિકારીએ નામ ન આપવાની શરતે Auda-Builders જણાવ્યું હતું કે બોપલ અને ઘુમા જેવા વિસ્તારોમાં અનેક પ્લોટિંગ સ્કીમ્સ છે જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) અને શેલા જેવા ઔડાના વિસ્તારો સાથે મર્જ કરવામાં આવી હતી અને તેમના લેઆઉટ પ્લાન 2010 પહેલા મંજૂર કરવામાં આવ્યા હતા.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, ‘આવી પ્લોટિંગ સ્કીમમાં કેટલી જમીન કપાત કરવી તે અંગે સતત ચર્ચા ચાલી રહી હતી. રાજ્ય સરકારે સ્પષ્ટતા કરી હતી કે જો પ્લોટિંગ સ્કીમમાં સબપ્લોટ વેચવામાં આવે તો લેઆઉટમાં પહેલાથી જ સીમાંકિત કરાયેલા રસ્તાઓ સિવાય કોઈ કપાત કરવામાં આવશે નહીં.’

“જો કે, કેટલાક ડેવલપર્સ તેમની પ્લોટિંગ સ્કીમમાં ન વેચાયેલા Auda-Builders સબપ્લોટ અને એપાર્ટમેન્ટ અથવા કોમર્શિયલ બિલ્ડીંગ બાંધવાનો હેતુ બદલી રહ્યા હતા અને શૂન્ય કપાત અથવા ઓછી કપાત નીતિનો લાભ લઈ રહ્યા હતા. તેથી, ઔડાએ 2017ના ઠરાવને અમલમાં મૂકવાનો નિર્ણય કર્યો છે. આ ઠરાવમાં આદેશ અપાયો છે કે જો ડેવલપર્સ પાછળથી તેમનો હેતુ બદલશે તો 2010 પહેલાં મંજૂર કરાયેલ પ્લોટિંગ સ્કીમમાં પણ વેચાયેલા અથવા નહીં વેચાયેલા સબપ્લોટમાંથી 40% જમીન કપાત કરવામાં આવશે,” તેમ અધિકારીએ જણાવ્યું હતું.

જોકે, અધિકારીએ જણાવ્યું હતું કે શૂન્ય અથવા ઓછા કપાતનો લાભ ફક્ત એવા સબપ્લોટ્સ પર લાગુ થશે જે 2010 પહેલાં પ્લોટિંગ સ્કીમ મંજૂર કરવામાં આવી હતી ત્યારે વેચવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે ઔડાના આ નિર્ણયની અસર બોપલ, ઘુમા અને શેલા જેવા વિસ્તારોમાં લગભગ નવ ટીપી સ્કીમના પ્લોટિંગ પર પડશે.

 

આ પણ વાંચોઃ નાપાક મનસૂૂબા/ LOC પર સુરંગ બનાવવાની નાપાક હરકત,ચીન પાકિસ્તાનને કરી રહ્યું છે મદદ,જાણો

આ પણ વાંચોઃ પ્રહાર/ સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવનો ભાજપ પર પ્રહાર,આજની સ્થિતિ ઈમરજન્સી કરતા પણ ખરાબ

આ પણ વાંચોઃ પલટવાર/ અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ઓબામાના નિવેદન મામલે નાણામંત્રી સીતારમણે કર્યો પલટવાર,જેમણે 6 મુસ્લિમ દેશો પર બોમ્બ ફેંક્યા…….

આ પણ વાંચોઃ PM Modi Egypt Visit/ PM મોદીની બે દેશોની રાજકિય યાત્રા પૂર્ણ, ઇજિપ્તથી દિલ્હી રવાના

આ પણ વાંચોઃ Building Collapse/ મુંબઈમાં ચોમાસુ આવતા જ બિલ્ડિંગ પડવાનું શરૂઃ વિલેપાર્લેમાં ઇમારત પડતા ત્રણના મોત