NorthIndia-Heavyrain/ ઉત્તર ભારત જળબંબાકારઃ કેટલાય સ્થળોએ ભૂસ્ખલન

પશ્ચિમ ભારતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ સતત પડી રહ્યો છે. સમગ્ર દેશમાં મેઘ મહેર વચ્ચે હવામાન વિભાગ દ્વારા દિલ્હી, હરિયાણા, હિમાચલ, ઉતરાખંડ, રાજસ્થાન, પંજાબ અને જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદ પડી રહ્યો છે.

Top Stories India
NorthIndia Heavyrain ઉત્તર ભારત જળબંબાકારઃ કેટલાય સ્થળોએ ભૂસ્ખલન

પશ્ચિમ ભારતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ સતત પડી રહ્યો છે. સમગ્ર દેશમાં મેઘ મહેર વચ્ચે હવામાન વિભાગ દ્વારા દિલ્હી, હરિયાણા, હિમાચલ, ઉતરાખંડ, રાજસ્થાન, પંજાબ અને જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદ પડી રહ્યો છે. IMD ના અનુસાર ઉત્તર ભારતમાં પશ્ચિમી વિક્ષેપના કારણે કાલે ભારે વરસાદ નોંધાયો હતો. દિલ્હીમાં રવિવારે સવારે 08.30 વાગ્યા સુધીમાં 24 કલાકમાં 153 મીમી વરસાદ પડ્યો છે. જેમાં 1982 પછી જુલાઇમાં એક જ દિવસમાં સૌથી વધારે વરસાદ ખાબક્યો છે. આ દ્રષ્ટીએ 40 વર્ષમાં પડેલો સૌથી વધારે વરસાદ છે.

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં વરસાદના કારણે સમગ્ર સિસ્ટમ ખોરવાઇ ચુકી છે. અનેક સ્થળો પર પાણી ભરાયા છે. રસ્તાની અંડરપાસ સુધી પાણી ભરાઇ ચુક્યા છે. લોકોને મુશ્કેલીઓ અને પરેશાનીઓ વધી છે. દરમિયાન સ્થિતિનો સામનો કરવા માટે દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારે સંપુર્ણ મેનપાવર સાથે મેદાનમાં ઉતરી છે. દિલ્હી સરકારે તમામ વિભાગોની અધિકારીઓની રવિવારની રજા રદ્દ કરી દીધી છે. તમામ અધિકારીઓને ફિલ્ડ પર રહેવા માટેની વ્યવસ્થા સુધારવા માટેની સુચના આપી છે.

દિલ્હીના 41 વર્ષ બાદ રેકોર્ડબ્રેક વરસાદ થયો છે. હવામાન વિભાગના અનુસાર રવિવારે 24 કલાકમાં દિલ્હીમાં 153 મીમી વરસાદ નોંધાયો છે. 1982 પછી જુલાઇમાં એક જ દિવસમાં આટલો રેકોર્ડ વરસાદ થયો છે. પડકારો વધતા સરકાર એક્શન મોડમાં આવી ચુકી છે. સરકાર દ્વારા એવું પણ કહેવાઇ રહ્યું છે કે, સંબંધિત અધિકારીઓએ સમસ્યા હોય તેવા વિસ્તારોનું નિરીક્ષણ કરીને શક્ત તેટલી તમામ મદદ કરવા માટે જણાવ્યું છે.

રાજસ્થાનમાં 24 કલાકના ગાળામાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં ચાર લોકોનાં મોત નિપજ્યા છે. હવામાન વિભાગે રાજસમંદ, જાલોર, પાલી, અજમેર, અલવર, બાંસવાડા, ભરતપુર, ભીલવાડા, બુંદી, ચિત્તોડગઢ, દૌસા, ધોલપુર, જયપુર અને કોટા સહિત રાજસ્થાનના નવથી વધારે જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે.

અવિરત વરસાદ અને ભુસ્ખલનને પગલે શનિવારે સતત બીજા દિવસે પણ અમરનાથ યાત્રા સ્થગિત કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, હજારો શ્રદ્ધાળુઓ જમ્મુના વિવિધ સ્થળો પર ગુફા મંદિરના માર્ગ પર ફસાયા હતા. દક્ષિણમાં કેરળ અને કર્ણાટકના અનેક વિસ્તારમાં સતત વરસાદ પડી રહ્યો છે. IMD એ કેરળના ચાર જિલ્લા કોઝિકોડ, વાયનાડ, કુન્નુર અને કાસરગોડમાં યેલો એલર્ટ ઇશ્યુ કરવામાં આવ્યું છે. સિમલા, સિરમૌર, લાહૌલ અને સ્પીતિ, ચંબા અને સોલાનમાં ભુસ્ખલનને કારણે અનેક રસ્તાઓ બંધ થઇ ચુક્યા છે. હિમાચલના સાત જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે.

 

આ પણ વાંચોઃ Uttarakhand-Landslide/ ઉત્તરાખંડમાં ભૂસ્ખલનઃ મેક્સી નદીમાં ખાબકતા પાચના મોત, ત્રણ બચાવાયા

આ પણ વાંચોઃ Gujarat Heavyrain/ રાજ્યમાં કેટલાય સ્થળોએ મેઘમહેર તો કેટલાય સ્થળોએ મેઘકહેર

આ પણ વાંચોઃ Patan-Heavyrain/ ગુજરાતના આ તાલુકામાં છ કલાકમાં છ ઇંચ વરસાદથી બધુ જળબંબાકાર

આ પણ વાંચોઃ Amarnath Yatri/ અમરનાથ જવા નીકળેલા ગુજરાતી યાત્રી છેવટે ‘કૈલાસધામ’માં પહોંચ્યા

આ પણ વાંચોઃ Jalpariksha/ અંતિમક્રિયા માટે અગ્નિપરીક્ષા નહી ‘જળપરીક્ષા’