Not Set/ આયકર વિભાગની રેડમાં કર્ણાટકના મંત્રી અને મહિલા કૉંગ્રેસ પ્રમુખ પાસેથી 162 કરોડ રૂપિયાની બેનામી સંપતિ મળી આવી

ઇન્કમટેક્ષ વિભાગને કર્ણટકના એક મંત્રી અને પ્રદેશ મહિલા કૉંગ્રેસ પ્રમુખના વિવિધ ઠેકાણા પર રેડ કરીને 162 કરોડ રૂપિયાથી વધારેની બેનામી સંપતી અંગેની માહિતી મળી હતી.. રેડમાં IT વિભાગે 41 લાખ રૂપિયાની રોકડ રકમ અને સોનાના આભૂષણ કબજે કર્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે, ગૌકાક ને બેલગામમાં મંત્રી રમેશ એલ જારખિહોલી અને મહિલા કૉંગ્રેસ પ્રમુખ લક્ષ્મી […]

Gujarat
itcongress 24 01 2017 1485221358 storyimage આયકર વિભાગની રેડમાં કર્ણાટકના મંત્રી અને મહિલા કૉંગ્રેસ પ્રમુખ પાસેથી 162 કરોડ રૂપિયાની બેનામી સંપતિ મળી આવી

ઇન્કમટેક્ષ વિભાગને કર્ણટકના એક મંત્રી અને પ્રદેશ મહિલા કૉંગ્રેસ પ્રમુખના વિવિધ ઠેકાણા પર રેડ કરીને 162 કરોડ રૂપિયાથી વધારેની બેનામી સંપતી અંગેની માહિતી મળી હતી.. રેડમાં IT વિભાગે 41 લાખ રૂપિયાની રોકડ રકમ અને સોનાના આભૂષણ કબજે કર્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે, ગૌકાક ને બેલગામમાં મંત્રી રમેશ એલ જારખિહોલી અને મહિલા કૉંગ્રેસ પ્રમુખ લક્ષ્મી આ ર હૈબ્બાલકરના પરિસરો પર રેડ દરમિયાન ઘણી બેનામી સંપતિઓ અને વગર સ્પષ્ટીકરણ વાળા રોકાણ અંગે માહિતી મળી હતી.

આ અંગે પ્રતિક્રિયા આપતા મંત્રી જારખિહોલીમાં કહ્યું હતું કે, તેમણે કશુ ખોટું નથી કર્યું.  અને તેમણે આરોપ લગાવ્યો હતો કે, તેમના ઠેકાણાઓ પર કરવામાં આવેલી IT ની રેડ રાજકારણથી પ્રેરિત છે. તેમણે વધુમાં જણઆવ્યું હતું કે, IT ના અધિકારીઓ બેલગાવમાં અમારી પાસે આવ્યા હતા. અને અમે તેમને સહયોગ કર્યો હતો. ભવિષ્યમાં અમે IT અઘિકારીઓ સાથે  સહયોગ કરીશું.

મહિલા કૉંગ્રેસ અધ્યક્ષ લક્ષ્મીએ અત્યાર સુધીમાં કોઇ પ્રતિક્રિયા નથી આપી. અધિકીરીઓએ કહ્યું કે, આયકરની રેડ બાદ 162.06 કરોડ રૂપિયાની બેનામી સંપતિ અને 41 લાખ રૂપિયાની સ્પષ્ટ કર્યા વગરની રોકડ રકમ અને 12.6 કિલો સોનાના ઘરેણા પણ મળી આવ્યા હતા.