Not Set/ નવ નિયુક્ત અમેરિકી રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રંપ PM મોદી સાથે રાત્રે ફોન પર કરશે વાત,મોદી બન્યા 5 નેતા

નવી દિલ્હીઃ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રંપ આજે રાત્રે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કરશે. વ્હાઇટ હાઉસે ટ્રમ્પનો આજનો કાર્યક્રમ બહાર પાડતા આ અંગે જાણકારી આપી હતી. આ કાર્યક્રમ અનુસાર વ્હાઇટ હાઉસ જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિ ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વાત કરશે. ટ્રંપ વોશિંગ્ટન ડીસીના સમય અનુસાર બપોરના એક વાગે ફોન પર […]

India
trumpmodi 24 01 2017 1485237235 storyimage નવ નિયુક્ત અમેરિકી રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રંપ PM મોદી સાથે રાત્રે ફોન પર કરશે વાત,મોદી બન્યા 5 નેતા

નવી દિલ્હીઃ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રંપ આજે રાત્રે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કરશે. વ્હાઇટ હાઉસે ટ્રમ્પનો આજનો કાર્યક્રમ બહાર પાડતા આ અંગે જાણકારી આપી હતી. આ કાર્યક્રમ અનુસાર વ્હાઇટ હાઉસ જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિ ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વાત કરશે.

ટ્રંપ વોશિંગ્ટન ડીસીના સમય અનુસાર બપોરના એક વાગે ફોન પર મોદી સાથે વાત કરશે. જે મુજબ ભારતમાં તે સમયે રાતના 11 વાગ્યા હશે.  અમેરિકી રાષ્ટ્રપતિના રૂપમાં ટ્રંપ 20 જાન્યુઆરીએ શપથ ગ્રહણ કર્યા બાદ અત્યાર સુધીમાં 4 વિદેશી નેતાઓ સાથે વાત કરી ચુક્યા છે. મોદી પાંચમાં નેતા હશે જેમની સાથે ટ્રંપ વાત કરશે.

ટ્રંપે 21 જાન્યુઆરીએ કેનેડાના પ્રધનમંત્રી જસ્ટિન ટ્રુડો અને મેક્સિકોના રાષ્ટ્રપતિ એનરિક પેના નિતો સાથે વાત કરી હતી. તેમણે રવિવારે ઇસરાઇલના પ્રધાનમંત્રી નેતન્યાહૂ સાથે વાતચીત કરી હતી. અને તેમણે કાલે મિસ્રના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતહ અલસીસી સાથે ફોન પર વાત કરી હતી.