Not Set/ જે આશાઓ અને આકાંક્ષાઓ સાથે ભાજપનો જન્મ થયો હતો, તેને પૂરા કર્યા વિના શાંતિથી બેસીશું નહીં : PM મોદી

જેપી નડ્ડા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાર્ટી મુખ્યાલયમાં કહ્યું કે આ પાર્ટીના જન્મની આશા અને આકાંક્ષાઓ પૂરા કર્યા વિના ચૂપચાપ બેસીશું નહીં. પીએમ મોદીએ કહ્યું, ‘અમે લાંબા સમય માટે માતા ભારતીની સેવા કરવા માટે આવ્યા છીએ. આપણે આ કામ સૈકાઓ(સદીઓ) સુધી કરવું છે. તેમણે કહ્યું કે, ખાનગીમાં, તમામ પક્ષો કહે […]

Top Stories India
modi જે આશાઓ અને આકાંક્ષાઓ સાથે ભાજપનો જન્મ થયો હતો, તેને પૂરા કર્યા વિના શાંતિથી બેસીશું નહીં : PM મોદી

જેપી નડ્ડા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાર્ટી મુખ્યાલયમાં કહ્યું કે આ પાર્ટીના જન્મની આશા અને આકાંક્ષાઓ પૂરા કર્યા વિના ચૂપચાપ બેસીશું નહીં.

પીએમ મોદીએ કહ્યું, ‘અમે લાંબા સમય માટે માતા ભારતીની સેવા કરવા માટે આવ્યા છીએ. આપણે આ કામ સૈકાઓ(સદીઓ) સુધી કરવું છે. તેમણે કહ્યું કે, ખાનગીમાં, તમામ પક્ષો કહે છે કે અવારનવાર ચૂંટણીઓ !!, પરંતુ જ્યારે સામૂહિક વલણ અપનાવવું પડે છે, ત્યારે દરેકને કોઇને કોઇ મુશ્કેલીઓ આવી જાય છે. 

વડા પ્રધાન મોદીએ કહ્યું કે મારા જીવનનો સૌથી ઉત્સાહપૂર્ણ સમય હિમાચલના લોકોમાં વિતાવ્યો છે. મારું માનવું છે કે જેપી નડ્ડાની આગેવાની હેઠળ પાર્ટી તેના મૂળભૂત આદર્શો અને વિચારો સાથે આગળ વધવા જઈ રહી છે.

તેમણે કહ્યું કે અમારી પાર્ટી સંઘર્ષ અને સંગઠન પર ચાલતી આવી છે. દેશની સમસ્યાઓ માટે લડવાનું, સંગઠનને વધારવું, કાર્યકરનો વિકાસ કરવોતે પાર્ટીની લક્ષ્ય છે, પરંતુ સત્તામાં હોવા સાથે પાર્ટીને ચલાવવી એ એક મોટો પડકાર છે.

વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે આપણે વિરોધ પક્ષમાં હતા ત્યારે ભાજપ સામે જે પડકારો હતા તેના કરતા સત્તામાં આવ્યા પછી મોટા પડકારો હોવાનાં અને  આવનારા દિવસોમાં વધારે પડકારોનો સામનો કરવો પડશે. દેશની આશા અને આકાંક્ષાઓ અનુસાર દેશને આગળ વધારવાનો અમારો સંકલ્પ છે અને આ માટે આપણે રાજકારણમાં આવ્યા છીએ.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.