Not Set/ જૈન સમાજમાં વિશેષ મહત્વ ધરાવતી શેત્રુંજય તિર્થની છ ગાંઉ યાત્રાનો પ્રારંભ થયો

ભાવનગર, જૈન સમાજમાં વિશેષ મહત્વ ધરાવતી શેત્રુંજય તિર્થની છ ગાંઉ યાત્રાનો પ્રારંભ પાલીતાણા ખાતે આજરોજ વહેલી પરોઢથી થયો હતો. ઢેબરા તેરસ તરીકે ઉજવાતી આ યાત્રામાં લાખો જૈન- જૈનેતરો તેમજ વિદેશી ભાવિકો જોડાયા હતા. સમગ્ર જૈન સમાજમાં પાલીતાણા છ ગાઉ યાત્રાનું વિશેષ મહત્વ રહેલું છે. એક લોકવાયકા મુજબ આજના ફાગણ શુદ ૧૩ના શુભ દિવસે ભગવાન શ્રીકૃષ્ણના […]

Gujarat Others
shatrunjay tirth જૈન સમાજમાં વિશેષ મહત્વ ધરાવતી શેત્રુંજય તિર્થની છ ગાંઉ યાત્રાનો પ્રારંભ થયો

ભાવનગર,

જૈન સમાજમાં વિશેષ મહત્વ ધરાવતી શેત્રુંજય તિર્થની છ ગાંઉ યાત્રાનો પ્રારંભ પાલીતાણા ખાતે આજરોજ વહેલી પરોઢથી થયો હતો. ઢેબરા તેરસ તરીકે ઉજવાતી આ યાત્રામાં લાખો જૈન- જૈનેતરો તેમજ વિદેશી ભાવિકો જોડાયા હતા. સમગ્ર જૈન સમાજમાં પાલીતાણા છ ગાઉ યાત્રાનું વિશેષ મહત્વ રહેલું છે. એક લોકવાયકા મુજબ આજના ફાગણ શુદ ૧૩ના શુભ દિવસે ભગવાન શ્રીકૃષ્ણના પુત્રો શામ્બ અને પ્રદ્યુમન સાડા આઠ કરોડ મુનિઓ સાથે અનશન કરીને પાલીતાણા પર્વત ઉપર છ ગાઉની પ્રદિક્ષણા કરીને ‘મોક્ષ’ પદને પામ્યા હતાં.

છ ગાંઉ યાત્રા જૈન સમાજમાં વિશેષ મહત્વ ધરાવતી શેત્રુંજય તિર્થની છ ગાંઉ યાત્રાનો પ્રારંભ થયો

શેત્રુંજય પર્વત ઉપર ૩૫૦૦ પગથીયા ચડીને ફકત આજના દિવસે જ ખુલ્લો રહેતો કેડી રસ્તો પસાર કરી, આદેશ્વર દાદાના પક્ષાલનું જલ જે કુંડમાં આવે છે ત્યાં દર્શન કરી, ત્યાંથી અજીતનાથસ્વામી અને શાંતિનાથસ્વામીની ડેરીએ દર્શન કરી યાત્રાળુઓ શાંતિ સ્ત્રોત્રનું સ્મરણ કરે છે. ત્યારબાદ ચંદન તલાવડીએ યાત્રાળુુઓ પહોંચી ઉકાળેલા પાણીનું સેવન કરી, આદપૂર ગામે પાલમાં પહોંચશે. રસ્તામાં ઠેર- ઠેર પાણીની વ્યવસ્થા, બંદોબસ્ત, મેડીકલ સહાય, કોલનવોટરના નેપકીનો, પાણીના ફુવારા વિ.વ્યવસ્થા શેઠ શ્રી આણંદજી કલ્યાણજીની પેઢી દ્વારા કરવામાં આવી છે. કુલ ૩૫ ડોમમાં યાત્રાળુઓનું આગમન પગના અંગૂઠા ધોઈને બહુમાન કરી, કુમકુમ તિલક કરી, સિકકા દ્વારા બહુમાન કરવામાં આવે છે. લાઈનસર અંદાજીત ૫૦ થી ૬૦ પ્રભાવના (સિકકા) આપવામાં આવે છે, જે યાત્રાળુઓ આ રકમ ગૌશાળાની વિવિધ પેટીઓમાં દાન કરી દે છે.

ફાગણ શુદ ૧૩ના પાવન પર્વે યાત્રાનું ભવ્ય આયોજન ૯૭ પાકા પાલ સાથે થયેલ છે. પાલમાં શુધ્ધ જૈન વાનગીઓમાં, ચા- દૂધ- કોફી, તજ- લવીંગનો ઉકાળો, વરિયાળીનું શરબત, ઢેબરા, પૂરી, થેપલા, દહિં, રાજસ્થાનની લચ્છી, ખાખરા, સેવ- ગાંઠીયા, લીલી કાળી અંગૂર, તરબુચ, વિ.વ્યંજનો સાથે દરેક પાલમાં યાત્રાળુઓને આગ્રહપૂર્વક આમંત્રીત કરી, પૂરેપૂરા આતિથ્યભાવથી બેસાડીને પિરસવામાં આવે છે. શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના ટ્રસ્ટી તથા સ્ટાફગણ જહેમત ઉઠાવી રહેલ છે.ઉપરાંત  પોલીસ બંદોબસ્ત, કલેકટર, પ્રાંત અધિકારીશ્રી, મામલતદારશ્રી, એસ.ટી.તંત્રની ૫૦ થી વધુ બસની સેવા, ડોકટરોની ટીમ, ફીઝીયોપેથીરાપીસ્ટ, એમ્બ્યુલન્સ સેવા વિ.વ્યવસ્થા ગોઠવાયેલ છે. યાત્રાળુઓને આરામ માટે પાલના સ્થળે વિશાળ મોટા ડોમ ગાદલા- પંખા સાથે ઉભા કરાયેલ છે. પાલના સ્થળે આદપૂરમાં દહેરાસરમાં પૂજા કરવા માટે સ્નાન- નવા કપડાની પૂજાની જોડની પણ વ્યવસ્થા કરાયેલ છે.

શેત્રુંજય પર્વત ઉપર ૩૫૦૦ પગથીયા ચડી, આદેશ્વર દાદાના દરબારમાં દર્શન- સેવાપૂજા, નાના- મોટા અંદાજીત ૧૨૫૦ દહેરાસના દર્શનનો લાભ, સંઘપૂજનનો લાભ, સાથે આતિથ્યભાવના માણવા સમગ્ર દેશમાંથી લાખો ભાવિકો ઉમટી પડયા હતા.એકાસણા, આયંબિલ અને ગરમ (ઉકાળેલા) પાણીના પણ અલગ પાલ રાખેલ છે.

છ ગાંઉ યાત્રા ૧ જૈન સમાજમાં વિશેષ મહત્વ ધરાવતી શેત્રુંજય તિર્થની છ ગાંઉ યાત્રાનો પ્રારંભ થયો

કુલ ૯૭ પાકા પાલમાં, શિહોર, જેસર, ભાવનગર, વડોદરા, મુંબઈ, રાજકોટ, વઢવાણ, નોંધણવદર, અમદાવાદ, પાલનપુર, ખંભાત, વલસાડ, સુરેન્દ્રનગર, લીંબડી, દિહોર, સૂરત, ડભોઈ, બેચરાજી ઘેટી, લતીપુર વિ.સેન્ટરો કાયમી પાલના સદસ્યો છે. આ બધા જ સેન્ટરોમાંથી સેવાભાવી સંસ્થાઓ અને યાત્રાળુઓ શ્રધ્ધા સાથે આવતા હોય છે. અહિંની આતિથ્ય ભાવના પામવીએ પણ જીંદગીનો એક મોટો લ્હાવો છે.પરંપરાગત અને જૈન ધર્મમાં અતિ મહાત્મ્ય ધરાવતા આ ફાગણ સુદ તેરસની પાલીતાણાની યાત્રાના તહેવારમાં અંદાજે દોઢ લાખથી વધુ યાત્રાળુઓ એ યાત્રા કરી હતી