Not Set/ મોદીની વિરુધ BJPમાં ‘220 ક્લબ’ પર નીતિન ગડકરીનો જવાબ

દિલ્હી, છેલ્લા થોડા મહિનાથી મીડિયા અને રાજકીય વર્તુળોમાં ભાજપની 220 બેઠકો લાવવા પર નીતિન ગડકરીના વડાપ્રધાન બનવાની ચર્ચા અંગે તેઓએ પોતે જ જવાબ આપ્યો છે. કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે બીજેપીમાં આવા કોઈ ‘220 ક્લબ’ નથી, જે એ ઈચ્છે છે કે લોકસભાની ચૂંટણીમાં બેઠકો ઘટે અને પીએમ મોદીના વિકલ્પ અન્ય નેતા ઉભરીને […]

Top Stories India
trp મોદીની વિરુધ BJPમાં '220 ક્લબ' પર નીતિન ગડકરીનો જવાબ

દિલ્હી,

છેલ્લા થોડા મહિનાથી મીડિયા અને રાજકીય વર્તુળોમાં ભાજપની 220 બેઠકો લાવવા પર નીતિન ગડકરીના વડાપ્રધાન બનવાની ચર્ચા અંગે તેઓએ પોતે જ જવાબ આપ્યો છે. કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે બીજેપીમાં આવા કોઈ ‘220 ક્લબ’ નથી, જે એ ઈચ્છે છે કે લોકસભાની ચૂંટણીમાં બેઠકો ઘટે અને પીએમ મોદીના વિકલ્પ અન્ય નેતા ઉભરીને આવે. આ તમામ મીડિયામાં ચાલી રહેલ અફવાઓ છે.

આ સંપૂર્ણ ચર્ચાના કેન્દ્રમાં નીતિન ગડકરી જ ચાલી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે જો બીજેપીને બહુમતીના યોગ્ય બેઠકો મળતી નથી તો નીતિનગડકરી પીએમ પદ માટે સર્વમાન્ય ચહેરો છે. આના પર એક ન્યુઝ વેબસાઈટ સાથે વાતચીત કરતા નીતિન ગડકરીએ જણાવ્યું કે આ બધી અફવાઓ છે.એટલું જ અહીં તેઓએ કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં બીજેપી એકવાર ફરી સંપૂર્ણ બહુમતી સાથે સત્તામાં પરત આવશે.

એવું પૂછવા પર કે તે કેવા શખ્સ માનવામાં આવે છે, જો સહયોગીઓ સાથે પણ કામ કરી શકે છે અને આરએસએસથી પણ વધુ સારી રીતે તાલમેલ રાખી શકે છે, ગડકરીએ કહ્યું કે એવું કંઈ પણ નથી અને જે લોકો લખવા માંગે છે, તે લખશે. પોતાને પાર્ટીના સમર્પિત સિપાહી કરાર આપતા ગડકરીએ કહ્યું, ‘હું આ પ્રકારનું કેલ્ક્યુલેશન નથી કરતો અને ન તો એવી અપેક્ષા છે. હું પાર્ટીના એક કાર્યકરતા છું. મને પૂરો વિશ્વાસ છે કે પીએમ મોદીની આગેવાની હેઠળ કરવામાં આવેલ કાર્યોને કારણે પૂર્ણ બહુમતી સાથે સરકાર પરત આવશે. તેથી એવું કંઈ નથી થવા જઈ રહ્યું.

રામ મંદિર અને એર સ્ટ્રાઈક પર થઇ રહેલ રાજનીતિને લઈને તેઓએ કહ્યું કે આ મુદ્દાનું રાજકીયકરણ કરવું દુર્ભાગ્યપૂર્ણ છે. ગડકરીએ કહ્યું કે પાકિસ્તાનમાં આતંકી કેમ્પો પર કરવામાં આવેલ એર સ્ટ્રાઈકના પુરાવા માંગવા સારી વાત નથી.