Not Set/ ગુજરાતમાં દંગા થયા, તો મુઝફ્ફરનગરમાં શું ખેલકૂદ પ્રતિયોગિતા હતી- અમર સિંહ

હાલમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક કાર્યક્રમમા રાજ્યસભા સાંસદ અમર સિંહના વખાણ કર્યા હતા. ત્યારબાદથી જ અમર સિંહ ફરી ચર્ચામાં આવી ગયા છે. બુધવારે સ્વતંત્રતા દિવસ પર એક કાર્યક્રમમાં વિપક્ષની વ્યાકુળતા ના માહોલ પર ટિપ્પણી કરતા અમર સિંહે કહ્યું કે આજ હું પણ વ્યાકુળ છું,વ્યાકુળતા એટલા માટે છે કારણ કે આ પુરા પરિપ્રેક્ષ્યમાં ધર્મનિરપેક્ષતા અને સંપ્રદાયિકતાનો […]

Top Stories India
amar singh Article image ગુજરાતમાં દંગા થયા, તો મુઝફ્ફરનગરમાં શું ખેલકૂદ પ્રતિયોગિતા હતી- અમર સિંહ

હાલમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક કાર્યક્રમમા રાજ્યસભા સાંસદ અમર સિંહના વખાણ કર્યા હતા. ત્યારબાદથી જ અમર સિંહ ફરી ચર્ચામાં આવી ગયા છે. બુધવારે સ્વતંત્રતા દિવસ પર એક કાર્યક્રમમાં વિપક્ષની વ્યાકુળતા ના માહોલ પર ટિપ્પણી કરતા અમર સિંહે કહ્યું કે આજ હું પણ વ્યાકુળ છું,વ્યાકુળતા એટલા માટે છે કારણ કે આ પુરા પરિપ્રેક્ષ્યમાં ધર્મનિરપેક્ષતા અને સંપ્રદાયિકતાનો ભેદ લુપ્ત થઇ ગયો છે.

એમણે કહ્યું કે આપણે ગુજરાતના દંગાની વાત કરીએ છીએ, અને કરવી પણ જોઈએ. અમારી વાત જવા દો, સ્મૃતિ ઈરાનીએ પણ એમના સમયમાં વાત કરી હતી. પરંતુ મુઝફ્ફરનગરમાં અમારા દળની જ સરકાર હતી, જેમાં હું હતો પરંતુ એ સમયે નહતો.

AzamAmarF e1534330482969 ગુજરાતમાં દંગા થયા, તો મુઝફ્ફરનગરમાં શું ખેલકૂદ પ્રતિયોગિતા હતી- અમર સિંહ

અમર સિંહે કહ્યું કે મુઝફ્ફરનગરમાં એવા ભયંકર દંગા થયા કે ગુજરાત પણ શર્મસાર થઇ જાય. આઝાદી સમયે દેશમાં જયારે ભયંકર સાંપ્રદાયિક દંગા થયા ત્યારે પણ ત્યાં દંગા થયા નહતા. કારણ કે ત્યાંની સામાજિક સંરચના હિન્દૂ મુસ્લિમ પર નિર્ભર છે. જાટોની જમીન છે અને મુસ્લિમ શ્રમિક છે. પરંતુ તેઓને ગાજર મૂળાની જેમ કાપવામાં આવ્યા હતા.

સિંહે કહ્યું કે હવે આ ધર્મનિરપેક્ષતા અને સંપ્રદાયિકતાની નવી પરિભાષા છે કે ગુજરાતના દંગા છે અને મુઝફ્ફરનગરના દંગા આઝમ ખાનના નેતૃત્વમાં ખેલકૂદ પ્રતિયોગિતા છે. આજે વ્યાકુળતા ની વાત બોલવામાં આવી રહી છે. અમે લોકો મોદીજીને ચિહ્નિત કરી રહ્યા છીએ કે શું સત્ય છે અને શું ખોટું, પરંતુ ગુજરાત સાથે મુઝફ્ફરનગર પણ યાદ રાખવું જોઈએ.

મહત્વનું છે કે પ્રધાનમંત્રી મોદીએ સૂટ-બૂટવાળી સરકારના આરોપ પર વિપક્ષને આડેહાથ લીધો હતો. ઉત્તર પ્રદેશમાં એક કાર્યક્રમમાં હાજર સમાજવાદી પાર્ટીના પૂર્વ નેતા અમર સિંહ તરફ મંચ પરથી ઈશારો કરતા કહ્યું કે અમર સિંહ એમની બધી હિસ્ટ્રી કાઢી આપશે.