Not Set/ હત્યાના કેસમાં હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો, આજીવન કેદની સજાને બદલીને ૩.૫ વર્ષ કરી

અમદાવાદ, હત્યાના કેસમાં હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો આજીવન કેદની સજાને હાઇકોર્ટે બદલીને ૩.૫ વર્ષ કરી વર્ષ ૨૦૧૬માં નજીવી બાબતમાં થઇ હતી યુવકની હત્યા હત્યાના કેસમાં નીચલી કોર્ટે ફટકારેલી આજીવન કેદની સજા ને હાઇકોર્ટના જસ્ટિસ જે. બી. પારડીવાળાએ તેને ઓછી કરીને ૩.૫ વર્ષની કરી છે. વર્ષ ૨૦૧૬માં ગોધરા નજીક નજીવી બાબતમાં બે યુવકોની વચ્ચે માથાકૂટ થઇ હતી. […]

Ahmedabad Gujarat
gujarat high court હત્યાના કેસમાં હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો, આજીવન કેદની સજાને બદલીને ૩.૫ વર્ષ કરી

અમદાવાદ,

  • હત્યાના કેસમાં હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો
  • આજીવન કેદની સજાને હાઇકોર્ટે બદલીને ૩.૫ વર્ષ કરી
  • વર્ષ ૨૦૧૬માં નજીવી બાબતમાં થઇ હતી યુવકની હત્યા

હત્યાના કેસમાં નીચલી કોર્ટે ફટકારેલી આજીવન કેદની સજા ને હાઇકોર્ટના જસ્ટિસ જે. બી. પારડીવાળાએ તેને ઓછી કરીને ૩.૫ વર્ષની કરી છે. વર્ષ ૨૦૧૬માં ગોધરા નજીક નજીવી બાબતમાં બે યુવકોની વચ્ચે માથાકૂટ થઇ હતી. જેમાં આરોપી અરવિંદ બારીયાએ મૃતકની પર કોઈ વસ્તુથી હુમલો કર્યો હતો. જેમાં યુવકનું મોત નીપજ્યું હતું. અને જે મામલામાં નીચલી કોર્ટે આરોપીને ભારતીય ફોજદારી ધારાની કલમ ૩૦૨ ના અંતર્ગત દોષિત માનીને આજીવન કેદની સજા ફટકારી હતી. જેને આરોપીએ હાઇકોર્ટમાં ચેલેન્જ કર્યો હતો અને હાઇકોર્ટ કેસની સ્ટડી કરીને તેમજ પુરાવાને જોતા આરોપીની સજાને આજીવનથી ઘટાડીને ૩.૫ વર્ષ કરી છે.