Gandhinagar/ ૩ ઓક્ટોબરે દેશના રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુ કરશે GMERS હોસ્પિટલનું ખાતમુહૂર્ત

આ પ્રોજેક્ટ અંતર્ગત સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલ ખાતે કાર્ડીઓલોજી વિભાગમાં કેથલેબ કે જેમાં એન્જીયોગ્રાફી અને એન્જીયોપ્લાસ્ટી જેવી હાર્ટ પ્રોસીજર્સ કરવામાં…

Top Stories Gujarat
Gandhinagar Hospital

Gandhinagar Hospital: GMERS મેડિકલ કોલેજ સંલગ્ન જનરલ હોસ્પિટલ ગાંધીનગરમાં દેશના રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુજીના હસ્તે આગામી ૩ ઓક્ટોબરના રોજ ખાતમુહૂર્ત કરવામાં આવશે. GMERS મેડિકલ કોલેજ સંલગ્ન જનરલ હોસ્પિટલ ગાંધીનગર ખાતે મંજૂરી મળતા નવી સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલ, ટ્રોમા સેન્ટર અને રેન બસેરાના બિલ્ડીંગનું આશરે રૂ.373 કરોડના ખર્ચે નિર્માણ થનાર છે.  નવી 600 બેડની સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલ ખાતે 255 બેડનાં ટ્રોમા સેન્ટરની સુવિધા રહેશે. એટલું જ નહીં, રેન બસેરા ખાતે દર્દીઓના સગાઓ માટે 448 બેડની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે તેમ આરોગ્ય વિભાગની યાદીમાં જણાવાયું છે.

આ પ્રોજેક્ટ અંતર્ગત સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલ ખાતે કાર્ડીઓલોજી વિભાગમાં કેથલેબ કે જેમાં એન્જીયોગ્રાફી અને એન્જીયોપ્લાસ્ટી જેવી હાર્ટ પ્રોસીજર્સ કરવામાં આવશે તેમજ અદ્યતન મોડ્યૂલર કાર્ડિયાક ઓપેરશન થિએટર અને આઈ.સી.યુ જેમાં હૃદયને લગતી તમામ બીમારીઓનું નિદાન અને સારવાર પુરી પાડવામાં આવશે. કિડની સંબંધિત બીમારી માટે નેફ્રોલોજી વોર્ડ, યુરોલોજી વોર્ડ અને હિમો ડાયાલીસીસ વોર્ડ બનાવવામાં આવશે. તેમાં કિડનીને લગતી તમામ પ્રકારની બીમારીઓનું નિદાન તેમજ સારવાર પુરી પાડવામાં આવશે. તે ઉપરાંત બર્ન્સ વિભાગમાં પ્લાસ્ટિક રિકન્સ્ટ્રક્ટિવ સર્જરી જેવી ઉચ્ચ કક્ષાની સુવિધા આપવામાં આવશે. તેમજ શ્વાસના સંદર્ભિત બીમારીઓની પણ ઘનિષ્ટ અને ઉચ્ચ પ્રકારની સારવાર અપાશે. ટ્રોમા સેન્ટર ખાતે તમામ પ્રકારની તાત્કાલિક સેવાઓ પુરી પાડવામાં આવશે.

રેન બસેરામાં હોસ્પિટલમાં દાખલ કરેલા તમામ દર્દીઓના સગાઓ માટે રહેવા તથા જમવાની પુરતી સગવડ માટેનું સેન્ટર ઉભુ કરવામાં આવશે. હોસ્પિટલના પ્લાનિંગ કરતી વખતે ગ્રીન બિલ્ડીંગના કન્સેપ્ટ આધારિત બાંધકામ અંગેનું પૂરતું ધ્યાન રાખવામાં આવશે. GMERS મેડિકલ કોલેજ સંલગ્ન જનરલ હોસ્પિટલ, ગાંધીનગર ખાતે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ અને ટ્રોમા સેન્ટર બનવાથી માત્ર ગાંધીનગર જિલ્લાનું જ નહિ પરંતુ આજુબાજુમાં વસતા જિલ્લાઓના નાગરિકોને પણ ઉચ્ચ સ્તરની આરોગ્ય તેમજ તબીબી સેવાઓ ઉપલબ્ધ થશે.

આ પણ વાંચો: 5G નો કમાલ/ દિલ્હીથી PM મોદીએ સ્વીડનમાં ચલાવી કાર, જુઓ વીડિયો

આ પણ વાંચો: Sunil Mittal On 5G Launching/ સુનીલ મિત્તલે કહ્યું- ‘અહીં PM મોદીએ 5G સેવા શરૂ કરી, બીજી તરફ અમે વારાણસી સહિત 8 શહેરોમાં શરૂ કરી સેવા’

આ પણ વાંચો: Metro Train/ 02 ઓક્ટોબરે અમદાવાદમાં દોડશે મેટ્રો, થલતેજથી કાલુપુર માત્ર 17 મિનિટમાં જ પહોંચશો