e-fir/ ગુજરાતમાં હવે ઓનલાઇન ફરિયાદ નોંધાવી શકશો,પોલીસ સ્ટેશનમાં જવાની જરૂર નથી!

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહના હસ્તે વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત નવનિર્મિત રાજ્ય વ્યાપી Rolloute- Fir systemનો શુભારંભ કરવામાં આવ્યો છે

Top Stories Gujarat
5 32 ગુજરાતમાં હવે ઓનલાઇન ફરિયાદ નોંધાવી શકશો,પોલીસ સ્ટેશનમાં જવાની જરૂર નથી!

આજના સમયમાં સોશિયલ મીડિયાએ સમગ્ર દુનિયાને મુઠ્ઠીમાં લઇ લીધી છે, કોઇપણ કામ હોય તમે આસાનીથી તમે કરી શકો છે, તમારી પાસે સ્માર્ટ ફોન હોય તો સત્વરે તમારૂ કામ પરિપૂર્ણ થઇ જતું હોય છે.હવે તમે મોબાઇલ ચોરી કે વાહન ચોરીની ફરિયાદ પણ ઓનલાઇન કરાવી શકો છો.કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહના હસ્તે વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત નવનિર્મિત રાજ્ય વ્યાપી Rolloute- Fir systemનો શુભારંભ કરવામાં આવ્યો છે. ત્યારે ગુજરાત રાજ્યએ ઈ-એફ.આઈ.આરની અનોખી પહેલ શરૂ કરી છે. આ એપથી હવે વાહન,મોબાઇલ ચોરીની ફરિયાદ માટે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી. ગુજરાત પોલીસની સિટીઝન પોર્ટલ અથવા સિટીઝન ફર્સ્ટ મોબાઇલ એપથી ગમે ત્યાંથી ઓનલાઇન ફરિયાદ નોંધાવી શકાય છે.

ફરિયાદની કોપી પણ એપ પરથી મેળવી શકાય છે. 48 કલાકમાં પોલીસ ફરિયાદીનો સંપર્ક કરી બનાવની જગ્યાની મુલાકાત લેશે. નાગરીકોને ફરિયાદની તપાસની પ્રગતિ બાબતે SMS થી જાણ થશે. સાથે વીમા કંપનીને પણ જાણ થશે જેથી વીમો મેળવવામાં સરળતા રહેશે. 21 દિવસમાં તપાસ પૂર્ણ કરી કોર્ટમાં રિપોર્ટ મોકલવામાં આવશે.

ઓનલાઈન FIR કરો આવી રીતે

  • સિટિઝન પોર્ટલ અથવા સિટિઝન ફર્સ્ટ મોબાઈલ એપ પર ફરિયાદ કરવી પડશે
  • આ એપ પર રજિસ્ટર કરાવી ફોન કે વાહન ચોરીની વિગતો ઓનલાઈન અપલોડ કરવી પડશે.
  • ઓનલાઈન અરજીની પ્રિન્ટઆઉટ લઈ એની પર સહી કર્યા બાદ સહી કરેલી અરજી સ્કેન કરી અપલોડ કરવી પડશે.
  • બનાવની વિગતમાં જે પોલીસ સ્ટેશનનું નામ લખ્યું હશે એ પોલીસ સ્ટેશનમાં ઈ-એફઆઈઆર ફોરવર્ડ થશે અને જો નામ લખેલું નહીં હોય તો પોલીસ કમિશનરની કચેરીએ e-FIR ફોરવર્ડ થશે અને પોલીસ કમિશનર,પોલીસ અધીક્ષક કચેરી સંબંધિત પોલીસ સ્ટેશન ખાતે e-FIR મોકલી આપશે.
  • પોલીસ સ્ટેશનના અધિકારી ઇ-ગુજકોપના યુઝર આઈ.ડી.થી ઈ ગુજકોપ પર લોગ-ઈન કરી પોર્ટલ વર્કલિસ્ટમાં એ ઇ-ફાયર જોઈ શકશે અને કોઈપણ સંજોગોમાં 24 કલાકની સમયમર્યાદાની અંદર પ્રથામિક તપાસ અર્થે પોલીસ સ્ટેશનમાં ફરજ બજવતા કર્મચારીની મોકલવાની રહેશે.
  • જે એ પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા તપાસ અધિકારીને પ્રાથમિક તપાસ સોંપાશે ત્યારે તપાસ અધિકારી અને સાથોસાથ ફરિયાદીને તપાસ અધિકારી Assign થવા અંગે ઇ-મેલ,SMSથી જાણ કરવામાં આવશે.
  • તપાસ અધિકારીએ આ પ્રકારની e-FIR મળતાં પ્રથમ e-FIRનો જરૂરી અભ્યાસ કરશે અને અપલોડ થયાના 48 કલાકની સમયમર્યાદામાં ફરિયાદીનો સંપર્ક કરી સંબંધિત દસ્તાવેજોની ખરાઈ કરશે અને વાહન ચોરી,મોબાઇલ ફોર ચોરીના બનાવની જગ્યાની મુલાકાત લેશે. આ સમગ્ર પ્રક્રિયા e-FIR અપલોડ થયાના 48 કલાકમાં પૂર્ણ કરી e-FIR અંગે પ્રાથમિક તપાસનો અહેવાલ આપવો પડશે.
  •  આ અહેવાલ મળ્યાના 24 કલાકની સમયમર્યાદામાં e-FIRનો યોગ્ય નિકાલ કરી ઇ-ગુજકોપમાં દાલખ કરશે. e-FIRમાં ખોટા દસ્તાવેજ હોય અને ખોટી વિગત હોય તો અરજી દફતરે કરશે. સિટિઝન પોર્ટલ,સિટિઝન ફર્સ્ટ મોબાઇલ એપ પરથી e-FIR અપલોડ થયાના 72 કલાકમાં નિકાલ કરવાનો રહેશે.
  •  24 કલાકમાં કાર્યવાહી નહીં કરાય તો નાયબ પોલીસ કમિશનર તથા પોલીસ કમિશનરને ઇ-મેલ/SMSથી જાણ થશે. આમ, ઇ-ફાયર સંદર્ભે પાંચ દિવસમાં (120 કલાકમાં)માં આખરી નિર્ણય અંગે (Final Disposal)ની કાર્યવાહી કરવામાં નહી આવે તો આવી FIRનો નંબર આપોઆપ ફાળવાશે e-FIR અંગે 5 દિવસમાં કાર્યવાહી નહી કરવા બદલ પોલીસ કમિશનર,નાયબ પોલીસ કમિશનર,પોલીસ અધીક્ષક પોલીસ સ્ટેશનના સંબંધિત અધિકારીની જવાબદારી નક્કી કરી તેઓ વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરશે.