Covid-19/ દેશમાં છેલ્લા 24 કલાકમાં 3 લાખથી વધુ દર્દીઓએ કોરોનાને આપી માત

દેશમાં કોરોનાની ગતિ ફરી બેકાબૂ બની ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 2,35,532 નવા કેસ નોંધાયા છે. વળી, મૃત્યુનાં આંકડા પણ ભયાનક છે. આ રોગચાળાને કારણે 871 લોકોનાં મોત થયા છે.

Top Stories Gujarat Others
11 2022 01 29T093440.160 દેશમાં છેલ્લા 24 કલાકમાં 3 લાખથી વધુ દર્દીઓએ કોરોનાને આપી માત

દેશમાં કોરોનાની ગતિ ફરી બેકાબૂ બની ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 2,35,532 નવા કેસ નોંધાયા છે. વળી, મૃત્યુનાં આંકડા પણ ભયાનક છે. આ રોગચાળાને કારણે 871 લોકોનાં મોત થયા છે. હાલમાં, દેશમાં પોઝિટિવિટી રેટ 13% થી વધુ છે.

આ પણ વાંચો – પ્રયાસ / હુતી બળવાખોરો કબજામાં રહેલા 7 ભારતીય નાગરિકોને તેમના પરિવાર સાથે વાત કરવા દેતા નથીઃવિદેશ મંત્રાલય

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 2,35,532 નવા કેસ નોંધાયા છે. આ સાથે, રાહતની વાત એ છે કે પોઝિટિવિટી રેટમાં મોટો ઘટાડો થયો છે. શુક્રવારે નોંધાયેલા 15.88% પોઝિટિવિટી રેટ આજે ઘટીને 13.39% થઈ ગયા છે. છેલ્લા 24 કલાકમાં આ વાયરસને કારણે 871 લોકોનાં મોત થયા છે, જેમાંથી 352 લોકોએ એકલા કેરળમાં જીવ ગુમાવ્યા છે. દેશમાં આ રોગચાળાથી મૃત્યુઆંક વધીને 4,93,198 થઈ ગયો છે. ભારતનો સક્રિય કેસ લોડ હાલમાં 21 લાખથી ઘટીને 20,04,333 પર આવી ગયો છે, જેની સાથે કુલ કેસનો સક્રિય દર પણ ઘટીને 4.91% પર આવી ગયો છે. જ્યારે દૈનિક પોઝિટિવિટી રેટ 13.39% પર પહોંચી ગયો છે. આ સાથે દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 1,65,04,87,260 કરોડ રસીનાં ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 56,72,766 લોકોને રસી આપવામાં આવી છે. રિકવરી રેટ હાલમાં 93.89% છે. છેલ્લા 24 કલાકમાં 3,35,939 સાજા થવા સાથે, આ રોગચાળામાંથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને 3,83,60,710 થઈ ગઈ છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) દ્વારા જારી કરવામાં આવેલા ડેટા અનુસાર, ગઈકાલે ભારતમાં કોરોના વાયરસ માટે 17,59,434 સેમ્પલોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે, જે દેશમાં ટેસ્ટિંગની કુલ સંખ્યા 725,507,989 પર લઈ ગયા છે.

આ પણ વાંચો – OMG! / પાલતુ કૂતરા માટે માલિકેે Book કરાવી બિઝનેસ ક્લાસની Ticket

કેન્દ્ર સરકાર શનિવારે 5 રાજ્યોમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા કરશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા બિહાર, ઓડિશા, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને છત્તીસગઢમાં ઓમિક્રોન વેરિઅન્ટને ધ્યાનમાં રાખીને કોરોનાની સ્થિતિ, જાહેર આરોગ્યની તૈયારીઓ અને પગલાની સમીક્ષા કરશે. કેન્દ્રીય મંત્રી શનિવારે બપોરે લગભગ 3 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રાજ્યોમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા કરશે.