વૈશ્વિક મહામારી કોરોના સામે ઝઝુમી રહેલા લોકોમાં હવે બ્લેફફંગસનો ખતરો વધી રહ્યો છે. કેન્દ્ર સરકારે બ્લેકફંગસના વધતા વ્યાકને જોતા રાજ્યોને મહામારી રોગ અધિનિયમ 1897 અંતર્ગત તેને મહામારી જાહેર કરવા માટે કહ્યુ છે. ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, તેલંઘાણા અને ગુજરાત સરકારે મ્યુકોરમાઇકોસિસને મહામારી તરીકે જાહેર કરી છે.

કોરોના મહામારી પછી બ્લેકફંગસે લોકોને પકડવાનું શરૂ કર્યું. ગુજરાત સરકારે તેના સંબંધિત ગાડઇલાઇન પણ જાહેર કરી દીધી છે.બ્લેકફંગસના સંક્રમણના કિસ્સામાં મોતની આશંકા ખુબ વધી જાય છે. સ્વાસ્થય મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીઓ પ્રમાણે મહામારી જાહેર થયા બાદ રાજ્યની સીમામાં આવતા તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ICMRની ગાઇડલાઇન પ્રમાણે જ સંક્રમણની તપાસ કરવાની થાય છે.

સ્વાસ્થય મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે તમામ રાજ્યોને પત્ર મોકલતા કહ્યુ છે કે તમામ સરકારી અને પ્રાઇવેઠ હોસ્પિટલોને બ્લેકફંગસની સ્ક્રિનિંગ, ડાયગ્નોસિસ અને મેનેજમેન્ટની ગાઇડલાઇનનું પાલન કરવુ પડશે. તમને જણાવી દઇએ કે બ્લેકફંગસના કિસ્સા કોરોના સંક્રમણથી સાજા થયેલા રોગીઓમાં જોવા મળી રહ્યા છે.
મહામારીનો અર્થ
જ્યારે કોઇ બિમારી લોકોની વચ્ચે એકબીજાને સંક્રમિત કરે છે તેની સાથે તે બિમારીથી થતા મોત, ઇન્ફેક્શન કે તેનાથી પ્રભાવિત દેશોની સંખ્યાના આધાર પર તેને મહામારી જાહેર કરી દેવામાં આવે છે. મહામારી જાહેર કરવાનો નિર્ણય WHOએ લેવાનો હોય છે. મહામારી પર નિયંત્રણ કરવું ઘણું મુશ્કેલ હોય છે. અને તે ધીમે.ધીમે. આખા વિશ્વમાં પગપેસારો કરે છે. કોરોના સંક્રમણ પહેલાં પણ ચેચક, હૈઝા, પ્લેગ જેવી બિમારીઓને મહામારીના રૂપમાં જાહેર કરાઇ ચૂકી છે.

શું થશે બદલાવ?
જ્યારે કોઇ બિમારીને મહામારી જાહેર કરવામાં આવે છે તેનો મતલબ એવો થાય છે કે આ બિમારી આખા વિશ્વ માટે એક મોટો ખતરો બની શકે છે. સ્વાસ્થય વિભાગને તેના સંબંધિત સમગ્ર તૈયારીઓ કરવી પડે છે. અને તેના માટે સચેત રહેવુંપડે છે. મહામારી રોગ અધિનિયમ 1897 અંતર્ગત બ્લેકફંગસને પણ મહામારી જાહેર કરવા રાજ્યોને કહ્યુ હતું.

1897માં જ્યારે જ્યારે દેશમાં અંગ્રેજી શાસન હતું ત્યારે મહામારી એક્ટ બનાવવામાં આવ્યો હતો. ખતરનાક બિમારીઓને ફેલાવવા પર અંકુશ લગાવવા અને સ્વાસ્થય સેવાઓને વધારે સારી બનાવવી આ કાયદા અંતર્ગત ફરજીયાત છે. મહામારી જાહેર થયા બાદ મહામારી એક્ટના તમામ નિયમોનું રાજ્યોને પાલન કરવાનું હોય છે. રાજ્યો દ્વારા નિર્ધારિત નિયમોને ન માનવા પર આ એક્ટ અંતર્ગત દંડની જોગવાઇ પણ કરવામાં આવેલી છે.

આ મહામારી એક્ટ અંતર્ગત ટ્રેન, બસ કે અન્ય યાત્રા સંસાધનોથી યાત્રા કરવાવાળા લોકો પર નજર રાખવી અને સંક્રમિત વ્યક્તિને હોસ્પિટલ અથવા અસ્થાઇ આવાસમાં રાખવાની જવાદારી પ્રસાસનની હોય છે. મહામારી એક્ટ અધિનિયમના નિર્દેષની અવગણના કરવાની દશામાં તેને ગુન્હાની શ્રેણીમાં માનવામાં આવે છે. અને ભારતીય દંડ સંહિતાની કલમ 188 અંતર્ગત તે વ્યક્તિ પર કાર્યવાહી કરવામાં આવે છે.

આ કાયદા મુજબ સરકાર દ્વારા રસી અને દવાઓના વિતરણની સાથે સંપુર્ણ સ્વાસ્થય વ્યવસ્થા કરવાની જોગવાઇ છે. સંબંધિત મહામારી દરમિયાન જીલ્લાની તમામ પ્રાઇવેટ અને સરકારી હોસ્પિટલોની સમગ્ર જાણકારી જીલ્લાના મુખ્ય સ્વાસ્થય અધિકારીને આપવી પડે છે. મહામારી દરમિયાન સોશ્યલ ડીસ્ટન્સિંગનું પાલન કરવુ પણ ફરજીયાત છે.
