Air India news/ સિનિયર સિટીઝનો પર સરકાર મહેરબાન, એર ઇન્ડિયાની મુસાફરી 50% ભાડામાં થશે

દેશમાં વયોવૃદ્ધ હોય તેમને સસ્તા ભાડામાં વિમાની સફર કરવા માટેનો માર્ગ મોકળો થઈ ગયો છે. આ માટે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે હવાઇ મુસાફરી કરતા વૃદ્ધ મુસાફરોને એક મોટી ભેટ આપી છે.

Top Stories India
center favour

દેશમાં વયોવૃદ્ધ હોય તેમને સસ્તા ભાડામાં વિમાની સફર કરવા માટેનો માર્ગ મોકળો થઈ ગયો છે. આ માટે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે હવાઇ મુસાફરી કરતા વૃદ્ધ મુસાફરોને એક મોટી ભેટ આપી છે. જે અંતર્ગત દેશમાં, 60 વર્ષથી ઉપરના કોઈપણને હવે અડધા ભાવે એર ઇન્ડિયાની ટિકિટ મળશે. આ સત્તાવાર માહિતી બુધવારે ઉડ્ડયન મંત્રાલયે શેર કરી છે. એર ઇન્ડિયાની વેબસાઇટ પર આ યોજના વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. જોકે આ માટે કેટલાક નિયમોને આધીન તેનું અમલીકરણ કરવામાં આવશે.

Air India Air Transport Services Limited - Login

train / આઠ મહિના બાદ પાટા પર દોડવા દેશની ટ્રેનો તૈયાર, રેલ્વેની કવાય…

એર ઇન્ડિયા માટે સિનિયર સિટીઝન અને આ લાભ મેળવવા માટે કેટલાક નિયમોનું પાલન કરવું પડશે જે નિયમો પર નજર કરીએ તો આ લાભ તેમને મળશે કે જેઓને ભારતીય નાગરિકત્વ પ્રાપ્ત હોય તેમજ, ભારતમાં કાયમી ધોરણે વસી રહેલા વરિષ્ઠ નાગરિકોમાં ગણના થતી હોય. મુસાફરીની તારીખના દિવસે જેમની વય 60 વર્ષની થઈ ગઈ છે તેઓ આ વિશિષ્ટ લાભ મેળવવાને પાત્ર છે. તેમજ વધુમાં ઇકોનોમી કેબિનમાં પસંદ કરેલી બુકિંગ કેટેગરીના મૂળ ભાડાનું 50% ભાડું ચૂકવવાને પાત્ર થશે, આ ઉપરાંત દેશભરમાં કોઈપણ ક્ષેત્રની સફર માટે આ નિયમ લાગુ પડશે. તેમજ જે તે વ્યક્તિની ટિકિટ ઇશ્યૂ થયાની તારીખથી 1 વર્ષ માટે તે લાભ મેળવી શકશે. તેમજ આ લાભ માટે સાત દિવસ અગાઉથી ટિકિટ બુક કરવી જરૂરી છે.

Air India Sale News: Tatas, Interups Among "Multiple" Bidders For Air India

Vijay Diwas / 1971નાં યુદ્ધની વ્યૂહરચના ઘડવૈયા આ 3 ભારતીય સૈન્યાધિકારીઓને …

આ પ્રકારની યોજના અગાઉ એર ઇન્ડિયા દ્વારા પણ ચલાવવામાં આવતી હતી, જોકે હવે મંત્રાલય દ્વારા સત્તાવાર માન્યતા આપવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા એક તરફ એર ઈન્ડિયાને ખાનગી હાથોમાં આપવા પ્રયાસ થઈ રહ્યા છે તો બીજી તરફ એવી માહિતી પ્રાપ્ત થઇ રહી હતી કે દેશના સૌથી મોટા ઔદ્યોગિક જૂથમાંથી ટાટા જૂથ ફરી એકવાર એર ઈન્ડિયાને સંચાલિત કરી શકે છે. તેમજ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે ટાટા ગ્રૂપે એર એશિયા ભારત દ્વારા આઇઓઆઈ ફાઇલ કરી છે.

Vijay Diwas / ભારત-પાક યુદ્ધની 50 મી વર્ષગાંઠે PM આજે ‘ગોલ્ડન વિક્ટર…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…