કાર્યવાહી/ ચોટીલા-રાજકોટ હાઇવેની હોટલ પાછળની ઓરડીમાંથી બાયોડીઝલનો જથ્થો ઝડપાયો : રૂ. 3.23 લાખનો મુદામાલ જપ્ત

ચોટીલા તાલુકાના ખેરડી ગામના જયવિરસિંહ જોરૂભાઇ ધાંધલ (કાઠી દરબાર) પોતાના કબ્જા ભોગવટાવાળી ચોટીલા-રાજકોટ નેશનલ હાઇવે રોડ, ખેરડી ગામની સીમ, શેરે પંજાબ હોટલની પાછળના ભાગમાં આવેલી વાડીમાં આવેલી ઓરડીમાં ગેરકાયદેસર રીતે બાયોડીઝલ ભરવાનો પંપ ઉભો કરી ગેરકાયદેસર રીતે બાયોડીઝલનો સંગ્રહ કરી વેચાણ કરે છે..

Top Stories Gujarat
bd ચોટીલા-રાજકોટ હાઇવેની હોટલ પાછળની ઓરડીમાંથી બાયોડીઝલનો જથ્થો ઝડપાયો : રૂ. 3.23 લાખનો મુદામાલ જપ્ત

ચોટીલા-રાજકોટ હાઇવેની હોટલ પાછળની ઓરડીમાંથી બાયોડીઝલનો જથ્થો ઝડપાયો હતો. સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે બાયોડીઝલ લીટર- 3000, બેરલ નંગ- 25, કેરબા નંગ- 23, ફ્યુઅલ પંપ, મોટર તથા છોટા હાથી મળી રૂ. 3,23,800નો મુદામાલ ઝડપાયો હતો.

bd1 ચોટીલા-રાજકોટ હાઇવેની હોટલ પાછળની ઓરડીમાંથી બાયોડીઝલનો જથ્થો ઝડપાયો : રૂ. 3.23 લાખનો મુદામાલ જપ્ત

 

ચીનની કૂટનીતિ / ચીન તાલિબાનોને કરશે આર્થિક મદદ,અમેરિકા અફધાનિસ્તાનની સ્થિતિ માટે ગુનેગાર

સુરેન્દ્રનગર જીલ્લા પોલિસ વડા મહેન્દ્ર બગડીયા દ્વારા સુરેન્દ્રનગર જીલ્લામાં બાયોડીઝલ કે અન્ય જ્વલનશીલ પ્રવાહી ગેરકાયદેસર રાખી સ્ટોરેજ કરી વેચાણ કરતા હોય તેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા આપેલી સુચના અનુસાર સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ ડી.એમ.ઢોલ સહિતના પોલિસ સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે, ચોટીલા તાલુકાના ખેરડી ગામના જયવિરસિંહ જોરૂભાઇ ધાંધલ (કાઠી દરબાર) પોતાના કબ્જા ભોગવટાવાળી ચોટીલા-રાજકોટ નેશનલ હાઇવે રોડ, ખેરડી ગામની સીમ, શેરે પંજાબ હોટલની પાછળના ભાગમાં આવેલી વાડીમાં આવેલી ઓરડીમાં ગેરકાયદેસર રીતે બાયોડીઝલ ભરવાનો પંપ ઉભો કરી ગેરકાયદેસર રીતે બાયોડીઝલનો સંગ્રહ કરી વેચાણ કરે છે.

નિર્દેશ / બોમ્બે હાઇકોર્ટનો કેન્દ્રને નિર્દેશ વેક્સિનની ખરીદી અને ફાળવણીની પ્રક્રીયા સમજાવો

બાયોડીઝલ લીટર- 3000, બેરલ નંગ- 25, કેરબા નંગ- 23, ફ્યુઅલ પંપ, મોટર તથા છોટા હાથી મળી રૂ. 3,23,800નો મુદામાલ ઝડપાયો

એ બાતમીના આધારે સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે અચાનક દરોડો પાડી 5000 લીટર બાયોડીઝલ કિંમત રૂ. 2,01,000, ફ્યુઅલ પંપ કિંમત રૂ. 5,000, બેરલ નંગ- 25, કિંમત રૂ. 12,500, કેરબા નંગ- 23, કિંમત રૂ. 2,300, મોટર નંગ- 1, કિંમત રૂ. 3,000 તથા છોટા હાથી નંબર GJ-03-BV-5981, કિંમત રૂ. 1,00,000 મળી કુલ રૂ. 3,23,800ના મુદામાલ સાથે હાજર નહીં મળી આવેલા જયવિરસિંહ જોરૂભાઇ ધાંધલ વિરુદ્ધ ચોટીલા પોલિસ મથકે ફરીયાદ દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના આ દરોડામાં પીઆઇ ડી.એમ.ઢોલ, એન.ડી.ચુડાસમા, વાજસુરભા, રૂતુરાજસિંહ, અમરકુમાર, ચમનલાલ, દિલીપભાઇ અને અશ્વિનભાઇ સહિતનો પોલિસ સ્ટાફ સાથે હાજર હતો.

વિનંતી / કોવિડ -19 રસીની બૂસ્ટર ડોઝ યોજના બે મહિના મુલતવી રાખો : WHO પ્રમુખ

sago str 14 ચોટીલા-રાજકોટ હાઇવેની હોટલ પાછળની ઓરડીમાંથી બાયોડીઝલનો જથ્થો ઝડપાયો : રૂ. 3.23 લાખનો મુદામાલ જપ્ત