Bloomberg Billionaires Index/ ગૌતમ અદાણી ફરી બની શકે છે બીજા નંબરના સૌથી અમીર વ્યક્તિ,મુકેશ અંબાણીની મોટી છંલાગ,જાણો

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી બ્લૂમબર્ગની અબજોપતિઓની યાદીમાં વિશ્વના અમીરોની યાદીમાં સાતમા સ્થાને પહોંચી ગયા છે.

Top Stories
7 9 ગૌતમ અદાણી ફરી બની શકે છે બીજા નંબરના સૌથી અમીર વ્યક્તિ,મુકેશ અંબાણીની મોટી છંલાગ,જાણો

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી બ્લૂમબર્ગની અબજોપતિઓની યાદીમાં વિશ્વના અમીરોની યાદીમાં સાતમા સ્થાને પહોંચી ગયા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં થયેલા વધારાને કારણે મુકેશ અંબાણી લેરી એલિસનને પાછળ છોડીને આઠમા સ્થાનેથી સાતમા સ્થાને પહોંચી ગયા છે. અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી આ યાદીમાં બીજા સ્થાનથી થોડે જ દૂર છે.

બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ અનુસાર, લેરી એલિસનની નેટવર્થમાં $1.19 બિલિયનનો ઘટાડો થયો છે. જે પછી મુકેશ અંબાણી $90 બિલિયનની નેટવર્થ સાથે સાતમા સ્થાને આવી ગયા છે. વોરન બફેટ મુકેશ અંબાણી પહેલા છઠ્ઠા સ્થાને છે, જેમની નેટવર્થ $102 બિલિયન છે. બિલ ગેટ્સ $109 બિલિયનની નેટવર્થ સાથે પાંચમા સ્થાને છે અને એમેઝોનના જેફ બેઝોસ $113 બિલિયનની નેટવર્થ સાથે ચોથા સ્થાને છે. એલોન મસ્ક $179 બિલિયનની નેટવર્થ સાથે પ્રથમ સ્થાને છે, જ્યારે બર્નાર્ડ આર્નોલ્ટ $145 બિલિયન સાથે બીજા સ્થાને છે.

ગૌતમ અદાણી એક સમયે વિશ્વના અબજોપતિઓની યાદીમાં બીજા સ્થાને પહોંચવાની અણી પર છે અને તે બર્નાર્ડ આર્નોલ્ટ કરતાં માત્ર $9 બિલિયન પાછળ છે.બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ અનુસાર, 2022માં એલોન મસ્કની સંપત્તિમાં $91 બિલિયનનો ઘટાડો થયો છે, જેફ બેઝોસની સંપત્તિમાં $79.5 બિલિયનનો ઘટાડો થયો છે. બિલ ગેટ્સની સંપત્તિમાં પણ 28.7 અબજ ડોલરનો ઘટાડો થયો છે. અમેરિકાના શેરબજારમાં મંદીના ભયને કારણે ઈલોન મસ્ક, જેફ બેઝોસ અને બિલ ગેટ્સની સંપત્તિમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો છે કારણ કે તેમની કંપનીઓના શેરને ભારે માર પડ્યો છે. જ્યારે 2022માં ટોચના 10 અબજોપતિઓમાં માત્ર ગૌતમ અદાણી અને મુકેશ અંબાણીની સંપત્તિમાં જ વધારો થયો છે.