US Shootout/ અમેરિકામાં અટકતું નથી શૂટઆઉટઃ બાલ્ટીમોરની ઘટનામાં બેના મોત તથા 28ને ઇજા

અમેરિકામાં શૂટઆઉટનો વણથંભ્યો USA Shootout સિલસિલો જારી છે. શૂટઆઉટની વધુ એક ઘટના સામે આવી છે. બાલ્ટીમોર શહેરમાં રવિવારે એક પાર્ટીમાં થયેલા ગોળીબારમાં બેના મોત થયા હતા અને અન્ય 28 લોકો ઇજા પામ્યા હતા.

Top Stories World
US Shootout 2 અમેરિકામાં અટકતું નથી શૂટઆઉટઃ બાલ્ટીમોરની ઘટનામાં બેના મોત તથા 28ને ઇજા

અમેરિકામાં શૂટઆઉટનો વણથંભ્યો USA Shootout સિલસિલો જારી છે. શૂટઆઉટની વધુ એક ઘટના સામે આવી છે. બાલ્ટીમોર શહેરમાં રવિવારે એક પાર્ટીમાં થયેલા ગોળીબારમાં બેના મોત થયા હતા અને અન્ય 28 લોકો ઇજા પામ્યા હતા. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે ઇજાગ્રસ્તોમાં પણ ત્રણની સ્થિતિ અત્યંત ગંભીર છે.

બાલ્ટીમોર પોલીસ વિભાગના કાર્યકારી કમિશનર રિચર્ડ વર્લીએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે ઘટનાસ્થળે કુલ 30 પીડિતો હતા. તેમણે કહ્યું કે શહેરના દક્ષિણ ભાગમાં બ્રુકલિન હોમ્સ વિસ્તારમાં એક બ્લોક પાર્ટીમાં રાત્રે ગોળીબાર થયો હતો.

ગોળીબારની આ ઘટના અમેરિકામાં USA Shootout ચોથી જુલાઇની રજા પહેલા દેશભરમાં એકઠા થવા વચ્ચે બની છે. અમેરિકામાં 4 જુલાઈના રોજ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. બાલ્ટીમોરના પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે ગોળીબારનો ભોગ બનેલા 20 લોકો જાતે જ નજીકની હોસ્પિટલમાં પહોંચ્યા હતા, જ્યારે 9ને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં USA Shootout  લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલના પ્રવક્તાના જણાવ્યા અનુસાર મેડસ્ટાર હાર્બર હોસ્પિટલના ઈમરજન્સી વિભાગમાં 19 પીડિતોની સારવાર કરવામાં આવી હતી. ગંભીર રીતે ઘવાયેલા નવ દર્દીઓની સ્થિતિ સ્થિર હોવાથી તેમને બાલ્ટીમોર ટ્રોમા સેન્ટરમાં ખસેડવામાં આવ્યા હતા.

બાલ્ટીમોર મેયર બ્રાન્ડન સ્કોટે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને ફરાર હુમલાખોરોને ખુલ્લી ચેતવણી આપી હતી. તેમણે કહ્યું કે જ્યાં સુધી અમે હુમલાખોરોને શોધી નહીં લઈએ ત્યાં સુધી ઝંપીશું નહીં.  સ્કોટે લોકોને હુમલાખોરો વિશે માહિતી શેર કરવાની અપીલ કરી છે. હાલ આ કેસમાં કોઈની ધરપકડ કરવામાં આવી નથી.

આ પણ વાંચોઃ Dhanera Accident/ બનાસકાંઠાના ધાનેરામાં અકસ્માતમાં ત્રણના મોત અને ત્રણ ઇજાગ્રસ્ત

આ પણ વાંચોઃ DA Hike/ કેન્દ્રીય કર્મચારીઓ માટે આનંદોઃ મોંઘવારી ભથ્થુ વધ્યું

આ પણ વાંચોઃ Pawar-Answer/ પવારનો વળતો જવાબઃ અજિત પવાર સાથે આઠને અયોગ્ય ઠેરવવા ચૂંટણીપંચ સમક્ષ અરજી

આ પણ વાંચોઃ PM Modi-Drone/ પીએમ મોદીના નિવાસ્થાન પર ડ્રોન ઉડતુ હોવાનો ફોન કોલ આવતા હડકંપ

આ પણ વાંચોઃ Weather Update/  IMDએ ચોમાસાને લઈને આપ્યા સારા સમાચાર, કહ્યું- આગામી 5 દિવસ કેવું રહેશે હવામાન