America-India friendship/ અમેરિકા આતંકવાદી પન્નુ મામલે ગંભીર, તપાસ ઝડપી બનાવવા ભારતને કરી અપીલ

અમેરિકા આતંકવાદી ગુરપતવંત પન્નુ કેસ મામલે ગંભીર છે. અને તેણે ભારત સરકારને પણ આ મામલે તપાસ ઝડપી બનાવવા અપીલ કરી છે.

Top Stories India World

અમેરિકા આતંકવાદી ગુરપતવંત પન્નુ કેસ મામલે ગંભીર છે. અને તેણે ભારત સરકારને પણ આ મામલે તપાસ ઝડપી બનાવવા અપીલ કરી છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના અધિકારી ડોનાલ્ડ લુને ગુરુપતવંત પન્નુ મામલે પ્રશ્ન પૂછવા પર આ વાત કહી હતી. સચિવ ડોનાલ્ડ લુ મધ્ય એશિયાના પણ સહાયક સચિવ છે જેઓને ગુરુપતવંત મામલે અમેરિકા આ કેસમાં સામેલ લોકો પર કાર્યવાહી કરશે અથવા પ્રતિબંધો લાદશે કેમ કેમ તેમ પૂછવા પર આ મુદ્દાને વધુ ગંભીર ગણાવ્યો હતો.કેમકે આમાં ભારત સરકાર અધિકારીઓ પર આરોપ લગાવવામાં આવ્યા છે. અધિકારીઓને આરોપી બનાવવામાં આવ્યો હોવાથી ભારત અને અમેરિકા બંને દેશ માટે મામલો વધુ ગંભીર છે.

અમેરિકી રાજદ્વારી

અમેરિકી રાજદ્વારી ડોનાલ્ડ લુએ વધુમાં કહ્યું કે અમે પન્નુની હત્યાના ષડયંત્રના મામલાને અવિશ્વસનીય રીતે વધુ ગંભીરતાથી લઈ રહ્યા છીએ, આ મામલાને ભારતમાં  પણ ઉચ્ચ સ્તરે ઉઠાવવામાં આવ્યો છે. અમે ભારતને જવાબદારોને જવાબદારો સામે કાર્યવાહી કરવાની અપીલ કરીએ છીએ. આ સમયે પણ અમે આ મામલે ભારત સાથે કામ કરી રહ્યા છીએ જેથી આમાં સામેલ લોકોને વહેલી તકે ન્યાય આપવામાં આવે.

તપાસ પારદર્શક હોવી જોઈએ

લુએ કહ્યું કે આ કેસની ઝડપી અને પારદર્શક તપાસની જરૂર છે. ભારતે તપાસ સમિતિની જાહેરાત કરી છે તેની નોંધ લેતા લુએ કહ્યું કે અમે તેમને ન્યાય સુનિશ્ચિત કરવા માટે ઝડપથી અને પારદર્શક રીતે કામ કરવા કહીએ છીએ. લુની ટીપ્પણીએ સંકેત આપ્યો ન હતો કે ભારતે સમિતિની તપાસમાંથી કોઈ નિષ્કર્ષ કાઢ્યો છે.

શું અમેરિકા CAAની વિરુદ્ધ 

ગત નવેમ્બરમાં, યુએસ પ્રોસિક્યુટર્સે આરોપ લગાવ્યો હતો કે નિખિલ ગુપ્તા નામના ભારતીય નાગરિકે ભારત સરકારના એક અધિકારીના આદેશ પર અમેરિકાની ધરતી પર ગુરપતવંત સિંહ પન્નુ નામના વ્યક્તિની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું હતું. પન્નુ પાસે અમેરિકા અને કેનેડાની નાગરિકતા છે. વર્ષ 2020માં પન્નુ પર અલગતાવાદને પ્રોત્સાહન આપવા અને પંજાબી શીખ યુવાનોને હથિયાર ઉઠાવવા માટે પ્રોત્સાહિત કરવાનો આરોપ લાગ્યો હતો. આ પછી, કેન્દ્ર સરકારે 1 જુલાઈ 2020 ના રોજ પન્નુને આતંકવાદી જાહેર કર્યો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Gandhi Family/આ વખતે સોનિયા, રાહુલ અને પ્રિયંકા પોતાની પાર્ટી કોંગ્રેસને વોટ નહીં આપી શકશે, જાણો કારણ

આ પણ વાંચો: Breaking News Earthquake/મહારાષ્ટ્ર અને અરુણાચલ પ્રદેશમાં ભકૂંપથી ધરા ધ્રુજી, 10 સેકન્ડ સુધી અનુભવાયા આંચકા

આ પણ વાંચો: sanjay raut/સંજય રાઉતે પીએમ મોદીની સરખામણી ઔરંગઝેબ સાથે કરી, ભાજપે કહ્યું- જનતા જવાબ આપશે