ગુજરાત વિધાનસભાની 6 બેઠકની પેટા ચૂંટણીમાં જે બે મહત્વની અથવા તો સૌથી ચર્ચા સ્પ્રદ બેઠકો હતી, તેવી બાયડ અને રાધનપુર બેઠકમાંથી બાયડ બેઠકમાં કોંગ્રેસનાં બાગી અને ભાજપનાં ઉમેદવાર ધવલસિંહ ઝાલાને પ્રજાએ જાકારો આપ્યો છે. અને ધવલસિંહની ભલે ખુબ ઓછા માર્જીનથી કહી શકાય પણ હાર થઇ ગઇ છે. તો સાથે સાથે રાધનપુર બેઠક પરથી પણ ભાજપ દ્વારા જેમને ટિકીટ આપવામાં આવી હતી તેવા ઠાકોર સમાજનાં યુવા નેતા અને કોંગ્રેસમાંથી બગાવતનું બિગુલ ફૂંકી ભાજપમાં ગયેલા આલ્પેશ ઠાકોરને જનતાએ ઠુકરાવ્યા છે. અલ્પેશ ઠાકોર પોતાના પ્રતિસ્પર્ધી રધુ દેસાઇ સામે હારી ગયા છે. અને વિઘાનસભા પેટા ચૂંટણીમાં કોંગ્રેસે આ બનેં બહુચર્ચીત બેઠક પર કોંગ્રેસે પોતાનાં પંજાની પક્કડ મજબૂૂૂત રાખી છે અને કમળને ખીલતું કચડી નાખ્યું છે.
પ્રજા દ્વારા કોંગ્રેસનાં બાગી નેતાને પાઠ ભણાવવામાં આવ્યો હોવાની વાતો વચ્ચે ક્યાંયને ક્યાંય રાધનપુરમાં અલ્પેશ ઠાકોરની હાર માટે ભાજપ પણ જવાબદાર હોવાની વાતો પ્રજા વચ્ચે ચર્ચાઇ રહી છે. રાજકીય તજજ્ઞો અને જનતામાંથી અવાજ ઉઠી રહ્યો છે કે આ હારમાં ભાજપની જીત છે અને ભાજપે અશિસ્તતા અને અકડનો કાંટો હારનાં માધ્યમથી કાઢ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
