Gujarat News/ PMJAY-MA યોજના: આરોગ્ય સુરક્ષાનું મજબૂત કવચ

ગુજરાતમાં PMJAY-MA Scheme હેઠળ હૃદયરોગ, કેન્સર સહિત 29 વિશેષ તબીબી શાખાઓની 2,299થી વધુ સારવાર ઉપલબ્ધ છે

Top Stories Gujarat
ગુજરાતમાં આરોગ્ય સેવાઓને વધુ સુલભ અને સર્વસમાવેશક બનાવવા માટે અમલમાં મુકાયેલી PMJAY-MA Scheme આજે લાખો પરિવારો માટે આશીર્વાદ સમાન સાબિત થઈ રહી છે

Gujarat News : ગુજરાતમાં આરોગ્ય સેવાઓને વધુ સુલભ અને સર્વસમાવેશક બનાવવા માટે અમલમાં મુકાયેલી PMJAY-MA Scheme આજે લાખો પરિવારો માટે આશીર્વાદ સમાન સાબિત થઈ રહી છે. ખાસ કરીને મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારોને મોંઘી સારવારના આર્થિક બોજમાંથી મુક્તિ અપાવવામાં આ યોજના મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.

PMJAY-MA Scheme હેઠળ લાભાર્થીઓને દર વર્ષે 10 લાખ રૂપિયા સુધીનું આરોગ્ય સુરક્ષા કવચ

ઘણી વખત ગંભીર બીમારીના કારણે પરિવારોને દેવું કરવું પડે છે અથવા મિલકત વેચવાની ફરજ પડે છે. પરંતુ PMJAY-MA Scheme હેઠળ લાભાર્થીઓને દર વર્ષે 10 લાખ રૂપિયા સુધીનું આરોગ્ય સુરક્ષા કવચ મળતું હોવાથી તેઓ નિઃશુલ્ક સારવાર મેળવી શકે છે.

અમદાવાદના રહેવાસી જયંતીલાલ ગાંધી માટે આ યોજના જીવનદાતા સાબિત થઈ. હૃદયની મુખ્ય નસમાં ગંભીર બ્લોકેજ હોવાનું નિદાન થતાં તેમને તાત્કાલિક સારવારની જરૂર પડી હતી. રજાના દિવસે પણ માત્ર ચાર કલાકમાં મંજૂરી મળતા હોસ્પિટલમાં સફળતાપૂર્વક સ્ટેન્ટ મૂકવામાં આવ્યું. આ સમગ્ર સારવારનો ખર્ચ PMJAY-MA Scheme હેઠળ આવરી લેવાતા પરિવારને કોઈ આર્થિક બોજ સહન કરવો પડ્યો નહોતો.

આ જ રીતે ઘૂંટણના ગંભીર દુખાવાથી પીડાતા લીલાબેન પરમારને પણ આ યોજનાનો મોટો લાભ મળ્યો. આર્થિક પરિસ્થિતિને કારણે તેઓ લાંબા સમયથી સારવાર ટાળી રહ્યા હતા, પરંતુ PMJAY-MA કાર્ડ મળ્યા બાદ તેમના એક પગનું સફળ ઓપરેશન થયું. હાલ તેઓ નોંધપાત્ર રીતે સ્વસ્થ બન્યા છે અને આગામી સમયમાં બીજા પગની સારવાર પણ થવાની છે.

ગુજરાતમાં PMJAY-MA Scheme હેઠળ હૃદયરોગ, કેન્સર સહિત 29 વિશેષ તબીબી શાખાઓની 2,299થી વધુ સારવાર ઉપલબ્ધ છે. રાજ્યની જાણીતી યુ. એન. મહેતા હોસ્પિટલમાં છેલ્લા એક વર્ષ દરમિયાન હજારો દર્દીઓએ આ યોજનાનો લાભ લઈને સારવાર મેળવી છે.

સરકારી આંકડા મુજબ વર્ષ 2018થી 2026 દરમિયાન રાજ્યના 2.93 કરોડથી વધુ નાગરિકો આ યોજના હેઠળ મફત સારવારનો લાભ લઈ ચૂક્યા છે. આરોગ્ય સેવાઓને સામાન્ય નાગરિક સુધી પહોંચાડવાના પ્રયાસોમાં PMJAY-MA યોજના મહત્વપૂર્ણ કડી બની છે, જે લોકોને આર્થિક સુરક્ષા સાથે ગુણવત્તાયુક્ત સારવારનો વિશ્વાસ પણ આપી રહી છે.


આ પણ વાંચો : ‘PM-JAY Ma’ યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી હોસ્પિટલો સામે પ્રફુલ પાનસેરીયાની કડક કાર્યવાહી…

આ પણ વાંચો : PMJAY યોજનામાં ગેરરીતિ બદલ મધ્ય ગુજરાતની 4 હોસ્પિટલો સામે કડક કાર્યવાહી

આ પણ વાંચો : PMJAY નવી SOP મુજબ સારવારમાં video રેકોર્ડીગ સાથેનું સંમતિ પત્રક ફરજીયાત, SAFU ટીમ કાર્યરત