ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય કમલમ ખાતે આજે પક્ષના ચુંટાયેલા સભ્યોની મહત્વની બેઠક યોજાવાની છે.આ બેઠકમાં કેન્દ્રીય નાણા મંત્રી અરૂણ જેટલી હાજર રહેશે. ભાજપના તમામ નવા ચુંટાયેલા સભ્યોને આ બેઠકમાં ખાસ ઉપસ્થિત રહેવાની સુચના આપવામાં આવી છે. આ બેઠકમાં ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી પણ ઉપસ્થિત રહેશે.
આ બેઠકમાં ભાવિ ધારાસભ્યો અરૂણ જેટલીની ઉપસ્થિતિમાં પક્ષના નેતાની પસંદગી કરશે. તેવુ માનવામાં આવી રહ્યુ છે. સામાન્ય રીતે ચૂંટાયેલા સભ્યો જે નેતાને પક્ષના નેતા તરીકે ચુંટે છે તે જ તેમનો મુખ્યમંત્રી બને છે. જો કે અહીં તેમના મંતવ્ય બાદ ચર્ચા થશે અને અંતિમ નિર્ણય ભાજપના કેન્દ્રીય મોવડી મંડળ દ્વારા કરવામાં આવશે.
