Mahesana News: દેશભરમાં ભાજપનું સભ્યપદ અભિયાન ચાલી રહ્યું છે. ભાજપ (BJP) ના સભ્યપદ અભિયાનમાં સભ્ય બનાવવાનો ટાર્ગેટ પૂર્ણ ના થતા હવે અવનવા રસ્તા અપનાવવામાં આવી રહ્યાં છે. વિસનગર સિવિલ હૉસ્પિટલમાં હવે દર્દીઓને ભાજપના સભ્ય બનાવવામાં આવતા વિવાદ ઉભો થયો છે. દર્દી પાસે મોબાઇલ માંગી ઓટીપી (OTP) માંગવામાં આવતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો.
વિસનગર સિવિલમાં ઇન્જેક્શન લેવા ગયેલા દર્દીને ભાજપનો સભ્ય બનાવવામાં આવતા વિવાદ થયો છે. વિસનગર સિવિલ હોસ્પિટલમાં દર્દી પાસે મોબાઇલ નંબર માંગી ઓટીપી માંગવામાં આવતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. દર્દીને જાણ થતાં જ દર્દીએ હોબાળો મચાવ્યો હતો. વિવાદ બાદ સિવિલ કર્મીનો માફી માંગતો વીડિયો પણ સામે આવ્યો છે. વિકુંભા દરબાર નામના દર્દીએ સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કર્યો હતો.
ભાવનગરમાં પણ ફરી ભાજપનું આ સભ્યપદ અભિયાન વિવાદમાં આવ્યું છે. ભાવનગરના એક નગરસેવકનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ભૂતપૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને હવે ભાજપના કોર્પોરેટરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં તેઓ હોસ્પિટલમાં દર્દીઓના સગાઓને સભ્ય બનવા વિનંતી કરી રહ્યા છે.
ભાજપના વોર્ડ નંબર 12 મહાનગરપાલિકાના કાર્યકર અને પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના પ્રમુખ યુવરાજસિંહ ગોહિલ ભાજપના સક્રિય સભ્ય બનવા હોસ્પિટલ પહોંચ્યા. ભાજપ દ્વારા સક્રિય સભ્યો બનાવવાના લક્ષ્યાંકને પહોંચી વળવા હવે નગરસેવકો હોસ્પિટલમાં દર્દીઓના સ્વજનોને અપીલ કરી રહ્યા છે. હવે આ વાયરલ વીડિયો ચર્ચાનો વિષય બન્યો છે.
થોડા દિવસો પહેલા સુરેન્દ્રનગરમાં ભાજપનું સભ્યપદ અભિયાન પણ વિવાદમાં આવ્યું હતું, જેમાં વાધવાણી સ્કૂલના વિદ્યાર્થીઓને ભાજપના સભ્ય બનાવવા અંગે ચર્ચા થઈ હતી. અનિન્દ્રા ગામની શાળાના વિદ્યાર્થીઓને સભ્ય બનાવવામાં આવ્યા હતા, તેના લીધે વિવાદ સર્જાયો હતો.
આ પણ વાંચો: રાજકોટના સસ્પેન્ડેડ કોર્પોરેટરોને જવાબદારી સોંપવામાં આવી
આ પણ વાંચો: ગુજરાતમાં ‘ક્લીન સ્વીપ’ ચૂકી ગયું ભાજપ, બોટાદમાં સ્વામિનારાયણ મંદિર પર કરશે વિચાર મંથન
આ પણ વાંચો: લાલુપ્રસાદ યાદવના મોટા પુત્ર તેજ પ્રતાપ મામલે તેજસ્વી યાદવે કરી આ વાત,જાણો વિગત
