ગોંડલ/ પટેલ પરિવાર ના 1 વર્ષ થી લઈ 88 વર્ષ સુધી ના 8 સભ્યો એ કોરોના ને હરાવ્યો

વિશ્વાસ ભોજાણી- ગોંડલ સમગ્ર ભારત દેશ માં હાહાકાર મચાવતો કોરોના ની બીજી લહેર માં અનેક લોકો ઝપટે ચડ્યા છે. કોરોના ની બીજી ઘણા લોકો ને કોરોના થયા બાદ પરિવાર ના અન્ય સભ્યો પણ ઝપટે ચડી જાય છે ત્યારે ગોંડલ ના એક પટેલ પરિવાર ના 9 સભ્યો માંથી 8 લોકો ને કોરોના થયો હતો જેમાં 1 […]

Gujarat Others

વિશ્વાસ ભોજાણી- ગોંડલ

સમગ્ર ભારત દેશ માં હાહાકાર મચાવતો કોરોના ની બીજી લહેર માં અનેક લોકો ઝપટે ચડ્યા છે. કોરોના ની બીજી ઘણા લોકો ને કોરોના થયા બાદ પરિવાર ના અન્ય સભ્યો પણ ઝપટે ચડી જાય છે ત્યારે ગોંડલ ના એક પટેલ પરિવાર ના 9 સભ્યો માંથી 8 લોકો ને કોરોના થયો હતો જેમાં 1 વર્ષ ના બાળક થી લઇ 88 વર્ષ ના વૃધ્ધા સુધી લોકો તમામ સભ્યો સંક્રમિત થયા હતા. પરંતુ 45 વર્ષ થી ઉપર ના ત્રણેય વડીલો એ વેક્સીન લઇ લીધી હોઈ તમામે કોરોના ને હરાવતા ખુશી ની લહેર ફેલાઈ હતી

ગોંડલ ના રહેવાસી કુલદિપભાઈ વ્રજલાલ વીરપરિયા જે ગોંડલ ના રીબડા ખાતે કાસ્ટિંગ ની ફેક્ટરી ધરાવે છે તેમના પરિવાર માં તેમના માતા જ્યોત્સ્નાબેન, પિતા વ્રજલાલ દાદી રંભાબેન(ઉ.88) પત્ની પાયલ પુત્ર શિવમ (ઉ.વ.1) તેમજ તેમના બહેન અંકિતાબેન તથા તેમની બંને પુત્રી આર્યા, આધ્યા મળી કુલ 9 લોકો માંથી 8 લોકો કોરોના થી સંક્રમિત થયા હતા.

કુલદિપભાઈ ના જણાવ્યા અનુસાર તેમના માતા ને કોરોના ના લક્ષણો નહતા જયારે રાજકોટ થી આવેલ બહેન આને બંને ભાણેજો સહીત મારા પરિવાર માં બધા ને કોરોના થયો હતો. મારા માતા પિતા અને બા એ વેક્સીન લઇ લીધી હતી માતા એ અને બા એ બંને ડોસ લીધા છે જયારે મારા પિતા એ એક જ ડોસ લીધો છે મારા બા ની ઉમર 88 વર્ષ છે કોરોના આવતા અમે સૌ મુશ્કેલી માં મુકાયા હતા પરંતુ વેક્સીન કમલ કરી ગઈ અને સ્થિતિ ક્રિટિકલ થતા બચી છે અને ઘરેજ સારવાર લઇ આમે કોરોના ને હરાવ્યો છે

મને 88 વર્ષ થયા છે જ્યારે થી કોરોના નો પેસારો થયો છે ત્યારથી જરૂર વગર ઘર ની બહાર નીકળવા નું ટાળ્યું છે કોરોના ની બીજી લહેર માં અનેક ના પરિવારો વિખાય છે ત્યારે મારા પરિવાર ને પણ કોરોના થતા મુંજાય હતા પરંતુ ઈશ્વર ની કૃપા થી અમે સૌ સ્વસ્થ થયા છીએ મેં કોરોના રસી ના બંને ડોઝ લીધા છે મને લાગે છે કે વેક્સીને જ મારી જિંદગી બચાવી હોઈ તેવું મને લાગી રહ્યું છે.