Rajkot News: રાજકોટના સસ્પેન્ડેડ કોર્પોરેટરોને જવાબદારી સોંપવામાં આવી છે. તેઓને ભાજપના સભ્યપદ અભિયાનની જવાબદારી સોંપવામાં આવી છે. બે મહિલા કોર્પોરેટરોને છ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તેઓને ભ્રષ્ટાચારના મામલે કોર્પોરેટરોએ સસ્પેન્ડ કર્યા હતા.
આવાસ યોજના કૌભાંડના મામલે તેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. દેવુબેન જાદવ અને વજીબેન ગોલતરને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ભાજપના સભ્યપદ અભિયાન માટે વોર્ડ દીઠ જવાબદારી નક્કી કરવામાં આવી છે. વોર્ડની કામગીરી ભાજપના કોર્પોરેટરોને સોંપવામાં આવી છે. આ અંગે એવું માનવામાં આવી રહ્યું છે કે બંને કોર્પોરેટરોને પાછળના બારણેથી પક્ષમાં પ્રવેશ અપાયો છે. વોર્ડ નંબર છના કોર્પોરેટર દેવુબેન જાદવ અને વોર્ડ નંબર પાંચના કોર્પોરેટર વજીબેન ગોલતરને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: ગુજરાતના રાજકારણમાં મોટાપાયા પર ફેરફારના સંકેત
આ પણ વાંચો: રાજકારણી-પોલીસની જુગલબંધીને તોડતો સરકારનો નિર્ણય
આ પણ વાંચો: રાજકોટમાં લોકદરબારનું આયોજન…’અહીં રાજકારણ ન કરવું’ કોણે આવું કહ્યું
