Gandhinagar News/ ગુજરાતના રાજકારણમાં મોટાપાયા પર ફેરફારના સંકેત

ગુજરાતના રાજકારણમાં મોટી ઉથલપાથલ થવાના સંકેત મળી રહ્યા છે. ગુજરાતમાં રાજકારણના બે મોટા નેતાઓ વચ્ચે ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે બેઠક યોજાઇ હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા વચ્ચે બેઠક યોજાતા ગુજરાતના રાજકારણમાં કંઇક નવાજૂની થવાના એંઘાણ જોવા મળી રહ્યા છે.

Gujarat Gandhinagar Breaking News

Gandhinagar News:  ગુજરાતના રાજકારણમાં મોટી ઉથલપાથલ થવાના સંકેત મળી રહ્યા છે. ગુજરાતમાં રાજકારણના બે મોટા નેતાઓ વચ્ચે ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે બેઠક યોજાઇ હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા વચ્ચે બેઠક યોજાતા ગુજરાતના રાજકારણમાં કંઇક નવાજૂની થવાના એંઘાણ જોવા મળી રહ્યા છે.

રાજકીય નિષ્ણાતોનું કહેવું છે કે ગુજરાતના વિધાનસભા ચૂંટણીને હજી વાર છે, પણ ભાજપ તકેદારીના પગલાં લેવા માટે જાણીતું છે. તેથી આગામી ચૂંટણી પૂર્વે જ ક્ષત્રિયોની નારાજગીને થાળે પાડી દેવા માટે આ બેઠક યોજવામાં આવી છે. ક્ષત્રિયોની નારાજગીએ લોકસભામાં ગુજરાતમાં તો નહીં પણ ઉત્તર ભારતમાં નોંધપાત્ર ફટકો માર્યો હતો. હવે વાઘેલાને સાથે લાવીને ભાજપ આ નુકસાન સરભર કરવા માંગતુ હોવાની સંભાવનાએ જોર પકડ્યું છે.

ગુજરાતના રાજકારણમાં મોટી ઉથલપાથલ થવાની ચર્ચાએ રાજકીય વર્તુળમાં જોર પકડ્યું છે.  જોકે શંકરસિંહ વાઘેલાએ ઔપચારિક બેઠક હોવાનું જણાવ્યું હતું.  છેલ્લા કેટલાક સમયથી રાજકારણ અને સમાચારોથી દૂર ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ફરી એકવાર ચર્ચામાં આવી ગયા છે.

આજે ગાંધીનગર ખાતે આવેલા સર્કિટ હાઉસમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને શંકરસિંહ વાઘેલા વચ્ચે મીટીંગ યોજાઇ હતી. આ મુલાકાત બાદ રાજકીય વર્તુળમાં ગુજરાતના રાજકારણમાં મોટી ઉથલપાથલની ચર્ચાઓ થઇ રહ્યું છે. આ મુલાકાતને મોટા રાજકીય ફેરફારના સંકેત તરીકે જોવામાં આવી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ રાજકારણી-પોલીસની જુગલબંધીને તોડતો સરકારનો નિર્ણય

આ પણ વાંચોઃ રાજકોટમાં લોકદરબારનું આયોજન…’અહીં રાજકારણ ન કરવું’ કોણે આવું કહ્યું

આ પણ વાંચોઃ બોટાદના રાજકારણમાં ફરીથી ગરમાવો, કોંગ્રેસના આ પૂર્વ કોર્પોરેટર દેખાયા નશાની હાલતમાં

આ પણ વાંચોઃ અયોધ્યા ગેંગરેપ મામલે ગરમાયું રાજકારણ, શિવપાલ યાદવે કહ્યું- કેશવ મૌર્યનો નાર્કો ટેસ્ટ થવો જોઈએ