Election/ જૂનાગઢ પેટા ચૂંટણીનાં ઉમેદવારની ભાજપે કરી જાહેરાત

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આખરી મહોર કોના પર લાગશે તે અંગે ઘણા સમયથી થઇ રહેલી અટકળોનો આજે અંત આવ્યો છે.

Gujarat Others

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આખરી મહોર કોના પર લાગશે તે અંગે ઘણા સમયથી થઇ રહેલી અટકળોનો આજે અંત આવ્યો છે. જૂનાગઢમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને રાજકીય માહોલમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે, ત્યારે રાજકોટ, જામનગર અને ભાવનગર બાદ જૂનાગઢ મહાનગરપાલિકાની યાદી ભાજપ દ્વારા બહાર પાડવામાં આવી છે.

ભારતીય જનતા પાટી ગજુ રાત પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની પેટા ચૂંટણી પૈકી જુનાગઢ મહાનગરપાલિકાનાં ભારતીય જનતા પાટીનાં ઉમેદવારોની યાદી જાહરે કરવામા આવેલ છે. વોર્ડ નં. 6 માટે અરવિંદ રામાણી અને વોર્ડ ન. 15 માટે નાગજી કટારાની  જાહેરાત કરાઇ છે.

જુનાગઢ નાં ભાજપનાં ઉમેદવારોની યાદી જાહેર 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…