Surat News: સુરતના ડીંડોલી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એચ જે સોલંકીની દાદાગીરીનો વિડીયો વાઇરલ થયો છે. પીઆઈ સોલંકીએ એડવોકેટને માર માર્યો હતો. વકીલ ઘરે જવા નીકળ્યો હતો તે સમયે આ ઘટના બની છે. આ વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે પીઆઈ સોલંકી કારની બહાર ઊભેલા એડવોકેટ યુવાનને લાત મારી રહ્યા છે. હવે પીઆઈ સામે કયા પ્રકારની કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે જોવાનું રહ્યુ. આ સિવાય પોલીસ પોલીસ કર્મી પર જ કેસ કરે છે કે કેમ તે જોવાનું રહ્યું છે.
આ અંગે તેમને ફોન કરવામાં આવ્યા હતા તેમણે ફોન ઉપાડ્યો ન હતો. હવે જો એક પોલીસ ઇન્સ્પેક્ટર એડવોકેટ સાથે આ પ્રકારે વર્તતો હોય તો પછી સામાન્ય જનની રાજ્યમાં શું સ્થિતિ હશે તે સમજવી રહી. પછી લોકો શા માટે પોલીસ સુધી વાત પહોંચવા દેતા નથી.
રજૂઆત કરવા આવનારા સામે આ પ્રકારનું વરવું વર્તન પોલીસે કયા આધારે કર્યુ છે. પોલીસને કયો પરવાનો મળી ગયો છે કે તે કોઈપણ સામાન્ય નાગરિક સાથે આ પ્રકારનું વર્તન કરે. શું ગુજરાતમાં પોલીસ રાજ છે. પોલીસ સામાન્ય માણસ સાથે ગુનેગાર જેવું વર્તન કેવી રીતે કરી શકે.
શું સુરતની પ્રજાએ પોલીસ ઇન્સ્પેક્ટરની બિનજરૂરી દાદાગીરી સહન કરવાની. પ્રજા સાથે ગુનેગાર જેવું વર્તન પોલીસ શા માટે કરે. પોલીસના આ પગલાંનો ભોગ બનનારા વકીલે તેમની સામે ફરિયાદ કરીને કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે.
આ પણ વાંચોઃ સુરત ટ્રાફિક પોલીસની ક્રેઈનના કર્મચારીની દાદાગીરી આવી સામે
આ પણ વાંચોઃ અમદાવાદમાં ઓઢવ પોલીસની દાદાગીરી કરતો વીડિયો સામે આવ્યો
આ પણ વાંચોઃ સુરતમાં ભાજપના કોર્પોરેટરના પુત્રે દબાણ હટાવવા ગયેલ મનપાની ટીમ સામે કરી દાદાગીરી
