Israel-Hamas War: ઇઝરાયેલ (Israel) અને હમાસ (Hamas) વચ્ચે યુદ્ધવિરામ (ceasefire)ના પ્રયાસો વચ્ચે ગાઝા (Gaza)માં ઇઝરાયલી (Israel) બંધકો (Hostage)ના મૃતદેહ (Deah Body) મળી આવ્યા છે. આ અંગે ઈઝરાયેલની સેનાએ આકરી પ્રતિક્રિયા આપી છે. ઈઝરાયેલી સેનાનું કહેવું છે કે બંધકો સાથે આવો વ્યવહાર વિનાશને આમંત્રણ છે. ઇઝરાયલની સેનાએ જણાવ્યું હતું કે તેણે ગયા વર્ષે 7 ઓક્ટોબરના રોજ હમાસના હુમલા દરમિયાન બંધક બનાવવામાં આવેલા છ લોકોના મૃતદેહ ગત રાત્રે બહાર કાઢ્યા હતા.

સેનાએ મંગળવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેના સૈનિકોએ ગઈકાલે રાત્રે દક્ષિણ ગાઝામાં એક ઓપરેશન દરમિયાન મૃતદેહો મેળવ્યા હતા. સેનાના જણાવ્યા અનુસાર, મૃતકોની ઓળખ યાગેવ બુશતાબ, એલેક્ઝાન્ડર ડેન્કિગ, અબ્રાહમ મેન્ડર, યોરામ મેટ્ઝગર, નાદવ પોપવેલ અને હેમ પેરી તરીકે કરવામાં આવી છે. જો કે તેનું મોત ક્યારે અને કેવી રીતે થયું તે સેનાએ જણાવ્યું નથી.
આ મૃતદેહો એવા સમયે મળી આવ્યા છે જ્યારે અમેરિકા, ઇજિપ્ત અને કતાર ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ કરાર માટે દલાલી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ કરારમાં હમાસ દ્વારા બંધક બનાવવામાં આવેલા લોકોની મુક્તિનો પણ સમાવેશ થાય છે. એવું માનવામાં આવે છે કે 7 ઓક્ટોબરના હુમલા બાદ હમાસ દ્વારા હજુ પણ લગભગ 110 લોકોને બંધક બનાવવામાં આવ્યા છે. ઇઝરાયલી અધિકારીઓના અંદાજ મુજબ, તેમાંથી ત્રીજા ભાગના મૃત્યુ પામ્યા છે.
અગાઉ એવા અહેવાલ હતા કે ઈઝરાયેલ બંધકોની મુક્તિ અને યુદ્ધવિરામ વચ્ચે આવતા અવરોધને દૂર કરવા માટે સંમત થઈ ગયું છે. અમેરિકી વિદેશ મંત્રી બ્લિંકન હવે વધુ વાતચીત માટે કતાર પહોંચી ગયા છે. ગુરુવાર અને શુક્રવારે દોહામાં આ મુદ્દે ચર્ચા થઈ હતી. મધ્યસ્થીઓનું કહેવું છે કે ચર્ચા યોગ્ય દિશામાં જઈ રહી છે. આ સાથે જ બ્લિંકને હમાસને ચેતવણી પણ આપી છે કે યુદ્ધવિરામ માટે આ છેલ્લી તક છે. આ પછી વિનાશ અટકાવવો મુશ્કેલ બનશે.
આ પણ વાંચો:‘મૃત કે જીવિત, પકડીને રહીશું’, ઇઝરાયલે હમાસના નવા વડાને ચેતવણી આપી; અમેરિકાએ પણ ધમકી આપી
આ પણ વાંચો:ઇરાન હમાસ નેતા ઇસ્માઈલ હાનિયાની હત્યાનો બદલો લેવા ઇઝરાયેલ પર કરી શકે છે મોટો હુમલો
આ પણ વાંચો: ગાઝા યુદ્ધવિરામ મંત્રણામાં હમાસ ભાગ લેશે નહી, એન્ટની બ્લિંકનની પશ્ચિમ એશિયાની મુલાકાત મુલતવી
