Dabur Company/ ડાબર કંપનીની હેર પ્રોડક્ટસ પર અમેરિકા-કેનેડામાં ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાનો કરાયો આક્ષેપ

અમેરિકા અને કેનેડામાં ડાબર ઈન્ડિયાની ત્રણ વિદેશી પેટાકંપનીઓ નમસ્તે લેબોરેટરીઝ એલએલસી, ડર્મોવિવા સ્કિન એસેન્શિયલ્સ ઇન્ક. અને ડાબર ઇન્ટરનેશનલ લિમિટેડ સહિતની કંપનીઓ સામે કેસ દાખલ કરવામાં આવ્યા છે.

Top Stories India World Uncategorized
YouTube Thumbnail 6 9 ડાબર કંપનીની હેર પ્રોડક્ટસ પર અમેરિકા-કેનેડામાં ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાનો કરાયો આક્ષેપ

ડાબર કંપનીની હેર પ્રોડક્ટસ પર અમેરિકા-કેનેડામાં ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. ડાબરની હેડ પ્રોડક્ટસના કારણે કેન્સર જેવી ગંભીર બીમારીનો આક્ષેપ કરતાં કંપની પર ‘અમેરિકા અને કેનેડામાં ફેડરલ અને સ્ટેટ બંને કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યા છે. ડાબર ઇન્ડિયા દ્વારા શેરબજારને આ માહિતી આપતા જણાવ્યું કે કંપની સામે મલ્ટિ-ડિસ્ટ્રિક્ટ લિટિગેશનમાં અંદાજે 5,400 જેટલા કેસ છે.

અમેરિકા અને કેનેડામાં ડાબર ઈન્ડિયાની ત્રણ વિદેશી પેટાકંપનીઓ નમસ્તે લેબોરેટરીઝ એલએલસી, ડર્મોવિવા સ્કિન એસેન્શિયલ્સ ઇન્ક. અને ડાબર ઇન્ટરનેશનલ લિમિટેડ સહિતની કંપનીઓ સામે કેસ દાખલ કરવામાં આવ્યા છે. કંપનીની પ્રોડક્ટના વપરાશકર્તાઓએ આક્ષેપ કર્યો છે કે ડાબરની હેર રિલેક્સર પ્રોડક્ટ્સમાં ચોક્કસ પ્રકારના રસાયણો રહેલા છે. જેના ઉપયોગથી તેઓએ અંડાશયનું કેન્સર, ગર્ભાશયનું કેન્સર અને અન્ય આરોગ્ય સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે. કેન્સર જેવી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાને પગલે અનેક વપરાશકર્તા દ્વારા યુએસ અને કેનેડામાં ફેડરલ અને સ્ટેટ કોર્ટમાં કંપનીઓ વિરુદ્ધ અનેક મુકદ્દમા દાખલ કરવામાં આવ્યા છે.

ડાબર ઈન્ડિયાની 27 સહયોગી કંપનીઓ છે. આ કંપનીઓએ વર્ષ 2022-23માં સંકલિત કામગીરીમાંથી કંપનીની આવકમાં 26.60 ટકા યોગદાન આપ્યું હતું. આ સમગ્ર મામલે જવાબ આપતા ડાબરે કહ્યું કે આ આરોપોની પુષ્ટિ થઈ નથી. હાલમાં, કેસો દલીલો અને મુકદ્દમાના પ્રારંભિક શોધ તબક્કામાં છે તેથી વળતર અથવા દંડનો અંદાજ નક્કી કરી શકાતો નથી.

ડાબર કંપનીએ આરોપોને સ્પષ્ટપણે નકારતા મુકદ્દમા સામે બચાવ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. સાથે આરોપોને પાયાવિહોણા ગણાવતા તે બિનસત્તાવાર અને અધૂરા અભ્યાસ પર આધારિત હોવાનું જણાવ્યું.


whatsapp ad White Font big size 2 4 ડાબર કંપનીની હેર પ્રોડક્ટસ પર અમેરિકા-કેનેડામાં ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાનો કરાયો આક્ષેપ

આ પણ વાંચો : ગુજરાત વિદ્યાપીઠમાં વર્ષો જૂની પરંપરાનો ભંગઃ ભીખ આપતા હોય તેમ ડિગ્રી અપાઈ